મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિનીએ બેન્ડ સાથે પથ સંચલન કર્યું:શહેરના મુખ્ય માર્ગો પર ઠેરઠેર પથ સંચલનનું સ્વાગત કરાયું

📅 Published: October 2, 2026 | 📂 Category: gujarati-news

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને દુર્ગાવાહિની સુરેન્દ્રનગર વિભાગ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. ગાંધી જયંતીના દિવસે શુક્રવારે સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો. પથ સંચલન રવાપર રોડ પરના બાપા સીતારામ ચોકથી શરૂ થયું હતું. આ સંચલન શહેરના મુખ્ય માર્ગો જેવા કે એવન્યુ પાર્ક, સીતા ચોક, રામ ચોક અને નવા બસસ્ટેન્ડ થઈને ફરી બાપા સીતારામ ચોક પર સમાપ્ત થયું. વિહિપ-દુર્ગાવાહિનીના અખિલ ભારતીય સહ સંયોજીકા પિંકીબેન પવાર મુખ્ય અતિથિ અને વક્તા તરીકે હાજર રહ્યા હતા. પિંકીબેન પવારે સાંપ્રત સમયને અનુરૂપ વક્તવ્ય આપી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં મોરબીના મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ઠેરઠેર પથ સંચલનનું સ્વાગત પણ કરાયું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *