મોરબીમાં અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વર્ષે પાટીદાર નવરાત્રિ મહોત્સવ 12મા વર્ષમાં અને સનાતન નવરાત્રિ મહોત્સવ બીજા વર્ષમાં પ્રવેશ કરશે. પાટીદાર નવરાત્રિ મહોત્સવ રવાપર રોડ પરના રામેશ્વર ફાર્મ ખાતે યોજાશે. તેમાં વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, રૂપાલી જાંબુચા અને કરણ બારોટ જેવા કલાકારો ગરબા રજૂ કરશે. જ્યારે સનાતન નવરાત્રિ મહેન્દ્રનગર ચોકડી પાસે CNG પંપ નજીક થશે. તેમાં મહર્ષિ પંડ્યા, જયેશ બારોટ, સંગીતાબા જાડેજા અને આરતી ઠાકોર જેવા કલાકારો ગરબા રજૂ કરશે. ફાઉન્ડેશન છેલ્લા 11 વર્ષથી શહીદ પરિવારોને સન્માનિત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 301 શહીદ પરિવારોને સ્ટેજ પર બોલાવી સન્માનિત કરાયા છે. દરેક પરિવારને 1 લાખ રૂપિયાની સહાયનો ચેક અપાયો છે. કુલ 4.76 કરોડથી વધુની સહાય અપાઈ હોવાનું આયોજક અજય લોરીયાએ જણાવ્યું.
મોરબીમાં શહીદ પરિવારો માટે નવરાત્રિ મહોત્સવ:સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશને 11 વર્ષમાં 301 પરિવારોને 4.76 કરોડની મદદ કરી
📅 Published: September 30, 2026 |
📂 Category: gujarati-news
