મોરબીમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે નીકળી, રાજ્ય મંત્રી સહિત હજારો લોકો જોડાયા

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ અવસરે રવાપર ગામે આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટથી મંદિર સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં રાજ્યના મંત્રી, ધારાસભ્ય સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિરામિક એસોસિએશન, વિવિધ સંગઠનો અને જ્ઞાતિ સમાજો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વશાંતિ મહાયજ્ઞ અને મહંતસ્વામી મહારાજના દર્શન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ મહંતસ્વામી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં મહોત્સવના બીજા દિવસે મંદિર પરિસરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજે પધરામણી કરી પૂજન-અર્ચન કર્યું હતું અને ઉપસ્થિત હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો. 17 મૂર્તિઓની શોભાયાત્રા અને મહાનુભાવોની ઉપસ્થિતિ નવનિર્મિત મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત કુલ 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે સવારે કરવામાં આવનાર છે. આ પ્રતિષ્ઠા પામનાર તમામ મૂર્તિઓને જુદા જુદા આકર્ષક ફ્લોટ્સમાં બિરાજમાન કરીને રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ શોભાયાત્રામાં રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ સંદીપ કુંડારિયા, અજય મારવાણિયા અને નરેન્દ્ર સંઘાત સહિતના અગ્રણી ઉદ્યોગકારો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કૃતિઓ અને સંતોની વિશેષ ઉપસ્થિતિ આકર્ષક ફ્લોટ્સ: મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ અંદાજે 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં ભારતના જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને આકર્ષક ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા. વિશાળ જનમેદની: આ ભવ્ય યાત્રામાં 350 કરતાં વધુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. આવતીકાલનો કાર્યક્રમ
આવતીકાલે સવારથી નવનિર્મિત મંદિર ખાતે મહંતસ્વામી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તેમજ સાંજે 4 વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *