મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા હતા. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, નગરપાલિકાના પ્રમુખો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમનથી મોરબી કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સૌરાષ્ટ્રભરના ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ પણ કમલમ પહોંચ્યા હતા.
મોરબી કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક:સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
📅 Published: October 25, 2026 |
📂 Category: gujarati-news
