નમસ્તે, ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો. તેમણે સીએમ ઉમર અબ્દુલ્લા સાથે પણ મુલાકાત કરી. નેધરલેન્ડ્સ અને બેલ્જિયમની યજમાનીમાં યોજાયેલા હોકી વર્લ્ડ કપ 2026માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે સુપ્રીમ કોર્ટે વૃદ્ધ માતા-પિતા પોતાની સંતાનોને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે તેવો નિર્ણય આપ્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે દક્ષિણ પ્રાદેશિક પરિષદની બેઠક કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકી રાજદૂતે કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે:આર્ટિકલ 370 હટાવ્યા પછી અમેરિકી રાજદૂતની પ્રથમ મુલાકાત, CM ઉમર અબ્દુલ્લાને મળ્યા ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે બુધવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ગોરે જમ્મુ-કાશ્મીરની પોતાની યાત્રા દરમિયાન કહ્યું, હું પહેલીવાર આ સ્થળની મુલાકાત લઈ રહ્યો છું. આ એક અવિશ્વસનીય રીતે સુંદર સ્થળ છે. ગોરે CM ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે અમેરિકા જમ્મુ-કાશ્મીરની યાત્રાને લઈને જાહેર પોતાની એડવાઈઝરી પર ફરીથી વિચાર કરશે. ગોરે કહ્યું કે, અમેરિકા પ્રવાસ ચેતવણીઓ જાહેર કરે છે અને સમયાંતરે તેની સમીક્ષા પણ કરે છે. હું આજે અહીં કોઈ મોટી જાહેરાત કરી શકતો નથી, પરંતુ અમે આ અંગે વિચારણા કરીશું.” જમ્મુ-કાશ્મીર એક સુંદર વિસ્તાર છે અને ઘણા અમેરિકનો અહીં આવીને તેની સુંદરતા અને અહીં ઉપલબ્ધ તકો જોવા માંગશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હોકી વર્લ્ડકપ: ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવ્યું:ટોપ-8 રાઉન્ડમાં પહોંચી ટીમ, કેપ્ટન હરમનપ્રીત અને અભિષેકે 2-2 ગોલ કર્યા ભારતે મેન્સ હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 5-3થી હરાવ્યું છે. આ સાથે ટીમ ટુર્નામેન્ટના ટોપ-8 રાઉન્ડમાં પ્રવેશી ગઈ છે. જ્યારે, પાકિસ્તાન બહાર થઈ ગયું છે. એમ્સટેલવીનના વેગનર હોકી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહ, અભિષેકે 2-2 ગોલ કર્યા. જ્યારે, હાર્દિક સિંહ અને સુખજીત સિંહે એક-એક ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદે ગોલ કર્યા. એક ગોલ સુફિયાન ખાનની સ્ટિકથી આવ્યો. પૂલ-Dમાંથી આગલા રાઉન્ડમાં જવા માટે ભારતે આ મેચમાં ઓછામાં ઓછો ડ્રો રમવો પડશે. ભારતે વેલ્સ સામેની પ્રથમ મેચ 3-1થી જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ સામે 1-4થી હાર્યું હતું. ટીમ 2 મેચમાં 3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો ટીમ આ મેચ જીતશે તો 6 પોઈન્ટ સાથે આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. જો પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે:સુપ્રીમ કોર્ટનો આદેશ; કહ્યું- તેમને સન્માન અને સુરક્ષા આપવી એ સભ્ય સમાજની ઓળખ સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન્સ તેમના બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા કે અપમાન ન હોવો જોઈએ. દરેક વ્યક્તિને જીવનભર ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પણ પલટાવી દીધો, જેમાં પુત્ર અને પુત્રવધૂને મકાનમાંથી બેદખલ કરવાના ટ્રિબ્યુનલ કોર્ટના આદેશને રદ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે વડીલોની ગરિમા માટે ટ્રિબ્યુનલ પાસે બાળકોને સંપત્તિમાંથી કાઢી મૂકવાનો આદેશ આપવાનો અધિકાર છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે જણાવ્યું હતું કે કાયદાનો હેતુ વડીલોની ગરિમા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. સભ્ય સમાજનું સ્તર ઘણીવાર એ વાત પરથી નક્કી થાય છે કે તે પોતાના વડીલોને કેટલી ગરિમા, સન્માન અને સુરક્ષા આપે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઓછી ઉંમરે હાર્ટએટેક માટે ફક્ત ઘી-તેલ જવાબદાર નથી:એપોલો હોસ્પિટલના ચેરમેને કહ્યું- 300 વર્ષ પહેલાં આવેલા દુષ્કાળને કારણે જીન્સમાં ફેરફાર થયો યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસો પર અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયાઈ લોકોમાં નાની ઉંમરે હાર્ટ એટેકનું જોખમ અન્ય લોકોની સરખામણીમાં વધુ હોઈ શકે છે. ડો. રેડ્ડીના મતે 300 વર્ષ પહેલાં એક દુષ્કાળ પડ્યો હતો જેણે જીન્સને બદલી નાખ્યા હતા. દુષ્કાળની અસર લોકોની આવનારી પેઢીઓના શરીર પર પડી. આ જ કારણોસર દક્ષિણ એશિયાઈ લોકોમાં નાની ઉંમરે હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. ડો. રેડ્ડીએ કહ્યું કે જ્યારે તેમણે દેશમાં કામ શરૂ કર્યું, ત્યારે પણ મોટી સંખ્યામાં યુવાનોને હૃદય સંબંધિત સમસ્યાઓ સાથે જોવામાં આવતા હતા. તેમના મતે, 1991માં ડ્યુટી રૂમમાં ત્રણ ભારતીય ડોકટરોના મૃત્યુ પછી આ મુદ્દા પર ઘણી ચર્ચા થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. નવ મહિના પછી ઇમરાન ખાન બહેન અને પત્નીને મળ્યા:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અડિયાલા જેલ પહોંચ્યા; પૂર્વ PMને હોસ્પિટલ ખસેડવામાં આવશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની બહેન નોરીન નિયાઝી અને પત્ની બુશરા બીબીએ અડિયાલા જેલમાં મળ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મુલાકાત થઈ. નોરીન 9 મહિના પછી ઇમરાનને મળ્યા. લગભગ 15 મિનિટની મુલાકાતમાં નોરીને ઇમરાનના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું. તેમણે તેમને સુપ્રીમ કોર્ટના તે આદેશની જાણકારી પણ આપી, જેમાં ઇમરાનને સારવાર માટે શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ મોકલવાનું કહેવામાં આવ્યું છે. ઇમરાન અને પત્ની બુશરા બીબીની મુલાકાત લગભગ 30 થી 35 મિનિટ ચાલી. મુલાકાત પછી નોરીને ઇમરાનને મળવાની પુષ્ટિ કરી, પરંતુ કોર્ટના નિર્દેશ મુજબ મીડિયા સાથે વાત કરી નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રેસ્ટોરન્ટ માલિકોએ ગ્રાહકોને રિસેપ્શનમાં જ કિચનના લાઈવ CCTV દેખાડવા પડશે:અમદાવાદમાં 11 હજારથી વધુ રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને સૂચના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV લગાવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે રાખવા ઈ-મેઈલથી આદેશ કર્યો છે. 19 ઓગસ્ટના રોજ ચેકિંગ સમયે FSSAIના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મળતા કોલેજ કેન્ટીન સહિત જાણીતા આઉટલેટ્સને સીલ કર્યા હતા. નિયમ ભંગ કરતા એકમો સામે લાયસન્સ રદ સહિતની કાર્યવાહીની ફૂડ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. લઠ્ઠાકાંડ મામલે ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR:SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા, નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 4ના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે, જ્યારે એકનું મોત શંકાસ્પદ છે. આમ કુલ 5ના મોત થયા છે. જ્યારે 5 ગામના 22 લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઇકાલે(18 ઓગસ્ટ) મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કર્યા બાદ SMCને(સ્ટેટ મોનિટરિંગ સેલ) તપાસ સોંપી હતી. ત્યાર બાદ SP મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર દોડી ગયા. નકલી દારૂ મામલે આખરે વરતેજ પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે BNSની વિવિધ કલમો તેમજ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. તેમજ જિલ્લા એસપી નિતેશ પાંડેયએ વરતેજ પોલીસના 4 પોલીસ કર્મી અને નીલમબાગ પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી સહિત 5ને સસ્પેન્ડ કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ- NEETની સિસ્ટમ ફૂલપ્રૂફ છે, તોડવી મુશ્કેલ:SCએ કહ્યું- UPSC જેવી સિસ્ટમ બનાવો, ટેકનોલોજી સમજતા અધિકારીઓની ભરતી કરો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને કહ્યું- ઓપરેશન સિંદૂર પર બનેલી ડોક્યુમેન્ટરી પ્રોપેગેન્ડા:આમાં માત્ર ભારતનો જ પક્ષ, હકીકત નહીં; 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી ફિલ્મ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઊંઘમાં જ બાળક સહિત 9 જીવતાં ભુંજાયા:6 ઘાયલ, કોલકત્તાની હોટલમાં અડધી રાત્રે આગની ઘટના; સારવાર માટે આવેલાં બાંગ્લાદેશીઓ પણ મોતને ભેટ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશ બોલ્યું- ભારત પાસેથી ગંગા જળ કરારમાં ગેરંટી માંગીશું:જરૂર પડી તો આંતરરાષ્ટ્રીય મંચ પર જઈશું; 1996નો કરાર ડિસેમ્બરમાં સમાપ્ત થશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : SBI ખાતાધારકો માટે એલર્ટ!:હવે બેંકમાંથી રોકડ રૂપિયા ઉપાડવા પર ચાર્જ લાગશે, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારત 600મી ટેસ્ટ મેચમાં જીત્યું, શ્રીલંકાને 165 રનથી હરાવ્યું:દેવદત્ત પડિકલની સેન્ચુરી; માનવ સુથારે ટોટલ 10 વિકેટ લીધી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શ્રાવણ માસમાં શિવજીની કથા વાંચવા-સાંભળવાની પરંપરા:બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે સૃષ્ટિના સંચાલન માટે કાર્યભારની વહેંચણી કરી, જાણો શિવ પુરાણની કથા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન
😲 અજબ ગજબ એક પૈડાવાળી સાયકલથી 11 હજાર કિમીની સફર કેરળના સાયક્લિસ્ટ સનીદ એક પૈડાવાળી સાયકલથી 11 હજાર કિમીની સફર કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 હજાર કિમીથી વધુ અંતર કાપી ચૂક્યા છે. આ રાઇડ ‘Say No to Drugs’ અભિયાનનો એક ભાગ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : અમેરિકાનો ધડાકો, ગુજરાત જોખમી કેટેગરીમાં: ચાઇનીઝ માલને નવા વાઘા, વ્હાઈટ હાઉસનો ચોંકાવનારો રિપોર્ટ, ત્રીજા રૂટ માટે પાકિસ્તાનનો પણ ડોળો 2. 13 વર્ષના પુત્રને વોટ્સએપ મેસેજ કરી પિતાએ હત્યાની કબૂલાત કરી: શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો, 1 સેકન્ડ માટે ફોન ચાલુ કર્યો ને પકડાયો 3. Editor’s View : પાકિસ્તાનને 440 વોલ્ટનો ઝટકો: કાશ્મીરમાં કંઇક મોટું થઇ શકે, ટ્રમ્પના ખાસ વ્યક્તિએ ચીનને પણ ધ્રૂજાવ્યું, સર્જિયો ગોરની ઘાટી અને લદ્દાખ મુલાકાતનું મહત્ત્વ સમજો 4. પારકી પંચાત : IPS સાહેબે ધડાધડ નંબર બ્લોક કર્યા: માંડવીનાં ખેતરમાં ઇટાલિયાનો ડાયરો, કેમેરો ચાલુ રખાવી ગીત લલકાર્યાં, ચોટીલાના SDM છેલ્લા દિવસે પણ સપાટો બોલાવતા ગયા 5. આજનું એક્સપ્લેનર: શાહરૂખ ખાન-અજય દેવગનને નોટિસ મોકલી, 3 મહિનામાં 1100 દરોડા, જેનાથી ધ્રુજે છે હોટેલ-રેસ્ટોરન્ટનાં માલિકો; IAS તુકારામ મુંઢેની કહાની 6. ઓનલાઇન રાખડી ખરીદતા પહેલાં સાવધાન!: રક્ષાબંધન પર કુરિયર અને ગિફ્ટના નામે છેતરપિંડી, એક ક્લિકમાં ખાતું ખાલી થઈ જશે; જાણો સ્કેમથી બચવાની રીત 7. ચોમાસામાં ઈન્ટરનેટ વારંવાર ધીમું થઈ જાય છે?: વાઈ-ફાઈ ન ચાલે તો તરત કરો આ કામ, વધુ સારી ઇન્ટરનેટ સ્પીડ માટે 12 સરળ ટિપ્સ ફોલો કરો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:કન્યા રાશિની મનોકામના પૂરી થશે, ધન રાશિએ ભાઈઓ સાથે વિવાદ ટાળવો (રાશિફળ વાંચો)
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમદાવાદમાં ગ્રાહકો જોઈ શકશે રેસ્ટોરાંના કિચનમાં શું ‘રંધાય’ છે, અમેરિકન રાજદૂતે કહ્યું – જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ, સંતાનોને પ્રોપર્ટીમાંથી બેદખલ કરી શકે છે માતા-પિતા,
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
