મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ચંપત બોલ્યા- અધ્યક્ષ નૃપેન્દ્રે મનમાની કરી; જંતર-મંતર પોલીસ કાર્યવાહીની તપાસ પૂર્વ જજ-રિટાયર્ડ IPS કરશે; 6 વર્ષના બાળકને હાર્ટ એટેક

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

નમસ્તે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાયે 9 પેજનો લેટર જારી કર્યો, જેમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર પર આરોપ લગાવ્યા. જંતર-મંતર પ્રદર્શન પર દિલ્હી પોલીસની કાર્યવાહીની તપાસ માટે કમિટી બનાવવામાં આવી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું આંધ્ર પ્રદેશની સ્કૂલમાં 6 વર્ષના બાળકનું મોત થયું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 📰 કાલના મોટા સમાચારો 1. જંતર-મંતર પર પોલીસ કાર્યવાહી- સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી:તેમાં નિવૃત્ત ન્યાયાધીશ, CBI-પોલીસના પૂર્વ અધિકારીઓ; પેલેટગન ચલાવવા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આરોપો
સુપ્રીમ કોર્ટે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની હાઈ પાવર્ડ કમિટી બનાવી છે. કમિટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીને બનાવવામાં આવ્યા છે. તેમના ઉપરાંત પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ શલિંદર કૌર, CBIના પૂર્વ ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત DGP ડો. એલઆર બિશ્નોઈ કમિટીમાં સામેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ચંપત રાયે કહ્યું- રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે મનમાની કરી:પૂર્વ IAS નૃપેન્દ્ર મિશ્રએ સલાહ ક્યારેય માની નહીં, પોતાની પસંદના લોકો પસંદ કર્યા
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યા પછી ચંપત રાયે ગુરુવારે 9 પાનાનો બીજો પત્ર જાહેર કર્યો. તેમાં તેમણે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ IAS અધિકારી નૃપેન્દ્ર મિશ્રની ભૂમિકા અંગે ઘણા દાવા કર્યા છે. ચંપત રાયે કહ્યું, ‘રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હતા અને નૃપેન્દ્ર મિશ્રને નિર્માણ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. મિશ્રના સૂચન પર લાર્સન એન્ડ ટુબ્રો (LT)ને મંદિર નિર્માણની જવાબદારી સોંપવામાં આવી. ભવનોની ડિઝાઇન અને નિર્માણ સંબંધિત કામ માટે નોઇડાની ડિઝાઇન એસોસિયેટ ફર્મની પસંદગી પણ કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. શાહે કહ્યું-કોંગ્રેસનું આખું વંદે માતરમ ન ગાવું દેશવિરોધી:કોંગ્રેસે 1937માં રાષ્ટ્રગીતના બે ટુકડા કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું અને વિભાજનનો પાયો નાખ્યો
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે કોંગ્રેસનો વંદે માતરમ આખું ન ગાવાનો નિર્ણય આશ્ચર્યજનક અને દેશવિરોધી છે. 1937માં કોંગ્રેસે જે નિર્ણય લીધો હતો, તેને પીએમ મોદીએ સુધાર્યો છે. શાહે કહ્યું- કોંગ્રેસે 1937માં રાષ્ટ્રગીતના બે ટુકડા કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું હતું. તે નિર્ણયથી દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને મજબૂતી મળી અને આગળ જતાં દેશનું વિભાજન થયું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટીચરે માર માર્યો, બાળકે ખોળામાં પડીને દમ તોડ્યો, શોકિંગ VIDEO:પરિવારનો દાવો- ડરના લીધે 6 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો, વિશાખાપટ્ટનમનો કિસ્સો
વિશાખાપટ્ટનમના વન ટાઉન વિસ્તારમાં ગુરુવારે 6 વર્ષના બાળકના હાર્ટએટેકથી મોત થયું. પરિવારજનોનો આરોપ છે કે ક્લાસમાં શિક્ષકે તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો અને થપ્પડ મારી હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લિટલ ગાર્ડન્સ સ્કૂલના યુકેજીમાં ભણતો પ્રણય તેજાને જ્યારે શિક્ષકે માર્યો ત્યારે તે રડતો રડતો શિક્ષક પર જ પડી ગયો. તેને કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. તહેવારો પહેલાં ખાંડની આયાત ટેક્સ ફ્રી:31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન ટેક્સ વિના આયાતને મંજૂરી; બે મહિનામાં 40% મોંઘી થઈ
ફેસ્ટિવલ સીઝન પહેલાં ખાંડની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે તેની આયાતને ટેક્સ ફ્રી કરી દીધી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડના ડ્યુટી-ફ્રી એટલે કે કોઈપણ આયાત શુલ્ક વિનાના આયાતને મંજૂરી આપી દીધી છે. આ છૂટ 31 ઓક્ટોબર સુધી રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ’8901522000665’ નંબરની બોટલનો દારુ પીશો નહીં:મૃત્યુઆંક 9 પર પહોંચ્યો, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
18 ઓગસ્ટે સામે આવેલા ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 થઈ ગયો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. સ્થિતિ વણસતા બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીને તહેનાત કરાયા છે. કુલ 21 આરોપીમાંથી 13ને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને ઠરાવ કરી આરોપીઓ પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ફેઝલે હિન્દુ ડોક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું:માતાએ રડતાં-રડતાં કહ્યું- મારી દીકરીને લવ જેહાદમાં ફસાવી બ્રેઇનવોશ કર્યું, SITની રચના કરવા PMને પત્ર
વડોદરાના કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ દિવાન નામના યુવકે ભરૂચ જિલ્લાના જંબુસરની હિન્દુ ડોક્ટર યુવતીને ભગાડીને લઈ ગયા બાદ જંબુસર પોલીસમાં લગ્નનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. યુવતીના પિતાએ અગાઉ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ લગ્ન સર્ટિફિકેટની ખરાઈ કરાવતા વડોદરાના કુબેર ભવનની સબ રજિસ્ટ્રાર અને લગ્ન અધિકારીની કચેરીમાં તપાસ કરતા રેકોર્ડમાં આવા કોઈ લગ્નની નોંધ ન હોવાનું સામે આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કોંગ્રેસ નેતા સજ્જન કુમારનું તિહાર જેલમાં નિધન:શીખ વિરોધી રમખાણોમાં આજીવન કેદ ભોગવી રહ્યા હતા; 3 કેસમાંથી એકમાં નિર્દોષ, 2માં દોષિત હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશને મળ્યા નવા રાષ્ટ્રપતિ, મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર જીત્યા:વિરોધ પક્ષના ઉમેદવારને 167 મતોથી હરાવ્યા, 35 વર્ષ પછી ચૂંટણી થઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : કેનેડામાં નમકીન ખાતા જ કરનાલના યુવકનું હાર્ટફેલ:ગર્ભવતી પત્ની સાથે ચાલવા નીકળ્યો હતો; વહુની ડિલિવરી માટે પરિવાર વિદેશ જવાનો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ચીન બોલ્યું- જાપાન પાસે 5500 પરમાણુ બોમ્બ બનાવવા જેટલું પ્લુટોનિયમ:ચીની રાજદૂતે કહ્યું- ગમે ત્યારે પરમાણુ હથિયાર બનાવી શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : સોના-ચાંદીનાં ભાવમાં આજે ઉછાળો:ચાંદીમાં એકઝાટકે ₹9200નો વધારો, સોનું પણ ₹3,500 મોંઘું થયું; આ વર્ષે રેટ ₹1.70 લાખ સુધી જઈ શકે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ભારતીય મહિલા ટીમ હોકી વર્લ્ડકપના ટૉપ-8માં પહોંચી:ઇંગ્લેન્ડ સામે ડ્રો રમી; બંને ટીમને 18 પેનલ્ટી કોર્નર મળ્યા, એકપણ ગોલ થયો નહીં (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શ્રાવણમાં ઘરે બેઠાં કરો ભોળાનાથની પૂજા:ઘરમાં શિવલિંગ રાખતી વખતે આ ભૂલો ન કરો; જાણો યોગ્ય કદ, ધાતુ અને પૂજાના સાચા નિયમો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જ્વેલરી શોપમાં ઘૂસેલા ચોરોએ જાતે જ પોલીસ બોલાવી ગુજરાતના વલસાડમાં બે ચોર જ્વેલરી શોપમાં ઘૂસ્યા, પરંતુ થોડી વાર પછી તેમણે જાતે જ પોલીસ બોલાવવી પડી ગઈ. થયું એવું કે બંનેએ ઈલેક્ટ્રિક કટરથી શટર કાપ્યું, પરંતુ અવાજ સાંભળીને દુકાનની બહાર ભીડ ભેગી થઈ ગઈ. એવામાં ચોરોએ ભીડ પાસે જવા કરતાં પોલીસને બોલાવવાનું યોગ્ય માન્યું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. મોદી-RSS સામે પડ્યા પાકિસ્તાની ડૉક્ટર:અમેરિકામાં સંઘ પર પ્રતિબંધની માગ કેમ ઊઠી? ભાગવતની US મુલાકાત પહેલાં મહાવિવાદ 2. પરફ્યુમમાં વપરાતા સુગંધી એમ્બરગ્રીસનો નકલીનો કરોડોનો કારોબાર:જાણો કઇ રીતે બને છે ‘તરતું સોનુ’, ભાસ્કરે ત્રણ એજન્ટો સાથે ડીલ કરવાનું કહી ખુલ્લો પાડયો છેતરપિંડીનો ખેલ 3. 6 વર્ષની બાળકીને માતાજી આવે છે?:દિવસમાં 200 વાર ઝટકા ખાતી, ડૉક્ટરે છાતીમાં જનરેટર બેસાડી બચાવી, ગુજરાતમાં પહેલીવાર થયું આવું ઓપરેશન 4. આજનું એક્સપ્લેનર:મોબાઇલ રિચાર્જ 16% સુધી મોંઘું થયું, 3 મહિનામાં ભાવ વધુ વધી શકે; કંપનીઓ શા માટે ઝડપથી ભાવ વધારી રહી છે? 5. બ્લેકબોર્ડ: પતિએ નિર્વસ્ત્ર કરીને કાઢી મૂકી, કોમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો:સ્ટેડિયમમાં લોકો કહેતા હતા- ‘આંટી, તમે ઘરડા થઈ ગયા છો, ઘરે બેસો’ 6. ભાજપના ધારાસભ્યને ધક્કા માર્યા, VIDEO:ચૂંટણી હારી ગયા પછી નેતાજીનો દાવ થઇ ગયો, કલેક્ટર સાહેબે દારૂડિયાઓને આપેલી સલાહ વાઇરલ થઇ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન રાશિના લોકોને આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે, સિંહ જાતકોને તેમનાં કામનું ઉત્તમ પરિણામ મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *