2026ના નોબલ પુરસ્કારની જાહેરાત ચાલી રહી છે. જેમાં ઓપ્ટોજેનેટિક્સ અને ન્યુટ્રિનો ખગોળશાસ્ત્રમાં ક્રાંતિકારી કાર્ય માટે મેડિસિન અને ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. આ પદ્ધતિ જીવંત મગજમાં વ્યક્તિગત ચેતા કોષોને ચાલુ અથવા બંધ કરવા માટે પ્રકાશનો ઉપયોગ કરે છે. જે વૈજ્ઞાનિકોને મગજના સર્કિટ અને વર્તણૂકનો નકશો બનાવવામાં મદદ કરે છે. વેલ આ આખી વાત સમજવામાં જેટલી અઘરી લાગે છે એનાથી અઘરું નામ છે આ પુરસ્કાર જેને મળી રહ્યો છે એ ત્રણ માંથી એક અમારા પાડોશી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરનું અને એ છે કાર્લ ડાયસેરોથ. જે જર્મન મૂળના અમેરિકન ડૉક્ટર, રિસર્ચર અને પ્રોફેસર છે. કાર્લ ડાયસેરોથ અમેરિકામાં જન્મેલા જર્મન મૂળિયાં ધરાવનાર ડૉક્ટર છે પણ એમની સાથે આ પુરસ્કાર જેમને મળ્યો એ બને ડૉક્ટર્સ પણ જર્મનીના છે, પીટર હેગમેન અને જ્યોર્જ નેગલ! જેમ હમણાં ગુજરાતના બહાદુર સ્મિત મચ્છર માટે શોધખોળ શરૂ થઇ એમ આ જાહેરાત પછી આખા વિશ્વમાં આ ત્રણે ડૉક્ટર્સ વિશે શરૂ થઇ ગયું છે. એ મૂળ ક્યાંના છે, કઈ રેસના છે, એમના કુટુંબમાં કોણ-કોણ છે વગેરે વગેરે. અને આ બંને ઘટના એક યોગાનુયોગ અને યાદ અપાવે છે, સદી ના સૌથી જાણીતા સરમુખત્યાર જર્મનીના એડોલ્ફ હિટલર અને તેમના શાસન દરમિયાન થયેલ હોલોકાસ્ટ અને લખો જ્યુ (યહૂદીઓ) ની કત્લેઆમ! યહૂદીઓ ગુજરાતીની જેમ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચ્યા
અત્યારે ચાલી રહેલું ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ધ પણ યાદ કરવું પડે. આ યુદ્ધ એટલી સદીઓથી થોડા સમયની શાંતિ સિવાય ચાલતું આવ્યું છે અને ઇઝરાયલના યહૂદીઓ માટે એ અસ્તિત્વ માટેની લડાઇ છે અને પેલેસ્ટાઇન માટે સરહદ અને થોડે ઘણે અંશે ધર્મની લડાઇ છે. પણ જેમ દરેક યુદ્ધમાં થાય છે એમ અંતે મરો થાય છે બને પક્ષના સામાન્ય નાગરિકોનો. એમાંય દુનિયાના એકમાત્ર દેશ ઇઝરાયલ અને એમાં વસતા યહૂદીઓ આ સતત અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષ દરમિયાન પણ સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન કરે છે અને સાથે ટેક્નોલોજી, સાંસ્કૃતિક, મેડિસિન, ક્ષેત્રે અધધ પ્રગતિ કરી શકે છે અને એ પ્રગતિના દાવેદાર છે એક આખી જાતિ તરીકે સાહસિક અને બુદ્ધિશાળી ગણાતા જ્યૂ તરીકે ઓળખાતા યહૂદી લોકો. જે ગુજરાતીની જેમ વિશ્વના ખૂણે ખાંચરે પહોંચીને જે-તે દેશની પ્રગતિમાં વિશેષ યોગદાન આપે છે! પ્રાચીન ભારતીય વૈદિક સંસ્કૃતિ અને એના અધાર્મિક જીવન જીવતા લોકોની જેમ જેમ યહૂદી લોકો વિશ્વની સૌથી પ્રાચીન એકેશ્વરવાદી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા ઓ ધરાવતા સમુદાયોમાંના એક છે. હજારો વર્ષના ઇતિહાસમાં તેમણે સ્થળાંતર, સામ્રાજ્યોના ઉદય-પતન, ધાર્મિક સંઘર્ષો, નિર્વાસન અને હોલોકોસ્ટ જેવી ભયાનક ઘટનાનો સામનો કર્યો છે છતાં એમની સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ એટલી મજબૂત છે કે આટલા સંઘર્ષ પછી પણ તેમની ભાષા, ધર્મ, પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ આજે પણ જીવંત છે. આજે મુખ્યત્વે યહૂદી લોકો અમેરિકા, ઇઝરાયલ, યુરોપ અને વિશ્વના અનેક દેશોમાં વસે છે. 1948માં ઇઝરાયલની સ્થાપના થઇ
જર્મનીમાં હિટલરના સમય દરમિયાન હોલોકોસ્ટ દરમિયાન નાઝી જર્મની અને તેના સહયોગીઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લગભગ છ મિલિયન યહૂદીઓની વ્યવસ્થિત હત્યા કરી. ગેટોઝ, કોન્સન્ટ્રેશન કેમ્પ અને એક્સટર્મિનેશન કેમ્પમાં લાખો લોકોનું જીવન નષ્ટ થયું. બીજા વિશ્વયુદ્ધ બાદ યહૂદી રાષ્ટ્રની માંગને વધુ વેગ મળ્યો અને 1948માં ઇઝરાયલ દેશની સ્થાપના થઇ જે હવે વિશ્વભરના અનેક યહૂદીઓ માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વતન તરીકે મહત્વ ધરાવે છે. અબ્રાહમીક ધર્મ તરીકે જે ધર્મો ઓળખાય છે એવા એક ધર્મના ભાગ એવા યહૂદીઓના પ્રાચીન મૂળ પ્રાચીન લેવાન્ટ પ્રદેશમાં જોવા મળે છે, આજના ઇઝરાયલ, પેલેસ્ટાઇન અને આસપાસના વિસ્તારોમાં. ઇ.સ. 70માં રોમન સેનાએ જેરૂસલેમનું એક મંદિર નષ્ટ કર્યું અને આ ઘટના યહૂદી ઇતિહાસને બદલવામાં અને એને નવું સ્વરૂપ આપવામાં અત્યંત મહત્વપૂર્ણ બની. યહૂદીઓને સમજાઇ ગયું કે અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો નવા પ્રદેશો તરફ જવું પડશે અને અલગ અલગ જગ્યાઓએ વસવાટ કરવો પડશે. ત્યારબાદ યહૂદી લોકો વિશ્વના વિવિધ ભાગોમાં ફેલાતા ગયા. સંસ્કૃતની જેમ અત્યંત પ્રાચીન ગણાતી હિબ્રુ ભાષા બોલતા અને હિબ્રુ બાઇબલ અથવા તાનાખમાં જેનો ઉલ્લેખ છે ઇશાક અને જેકબ જે મહત્વપૂર્ણ યહૂદી પૂર્વજો છે એમના જેકબનું બીજું નામ ઇઝરાયલ હતું અને એના નામ પરથી આજનું ઇઝરાયલ અસ્તિત્વ ધરાવે છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં બેબીલોનિયન વિજય પછી ઘણા યહૂદીઓ બેબીલોન તરફ વસ્યા અને ત્યારબાદ પર્શિયન, ગ્રીક અને રોમન સામ્રાજ્યના સમયગાળામાં પણ આ પ્રદેશમાં મોટા રાજકીય પરિવર્તન થયા. યહૂદીઓના તહેવારો અને પરંપરા
એક જ ઇશ્વરમાં વિશ્વાસ રાખનારા યહૂદીઓના ધાર્મિક પરંપરાનો મુખ્ય ગ્રંથ તોરાહ છે. જે તાનાખનો મહત્વપૂર્ણ ભાગ છે. ઉપરાંત આપણી કર્મ, અહિંસા, જેવી થિયરીની જેમ યહૂદી ધાર્મિક જીવનમાં નિયમ અને પરંપરાઓનું વિશેષ મહત્વ છે. શબ્બાથ જે શુક્રવાર સાંજથી શનિવાર સાંજ સુધીનો પવિત્ર સમય છે તે ઉપરાંત પાસઓવર ઇજિપ્તની ગુલામીમાંથી ઇઝરાયલીઓની મુક્તિની સ્મૃતિ સાથે જોડાયેલો તહેવાર, રોસ હશાનાહ નામે યહુદીઓના નવા વર્ષની શરૂઆત અને સૌથી મહત્વના યોમ કિપ્પુર પ્રાયશ્ચિત અને આત્મચિંતનનો અત્યંત પવિત્ર દિવસ અને હનુક્કાહ આઠ દિવસ ચાલતો તહેવાર છે. તેમાં મેનોરાહ અથવા હનુક્કિયામાં દીવા પ્રગટાવવાની પરંપરા છે. આ તહેવારને ઘણી વખત Festival of Lights તરીકે ઓળખવામાં આવે છે. જૂના ગ્રીસમાં એથેન્સના જમાનામાં જેમ ગીત, સાહિત્ય, શિક્ષણ અને ચર્ચા-વિચારની પરંપરા ખૂબ મજબૂત રહી છે તેમ યહૂદી પરંપરામાં પણ સંવાદનું ખૂબ મહત્વ રહ્યું છે અને ધાર્મિક ગ્રંથોના અર્થઘટન અને પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાન મેળવવાની પરંપરા તેમની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. યહૂદી સંસ્કૃતિની સૌથી રસપ્રદ બાબતોમાં ભાષાઓનું વૈવિધ્ય છે. હિબ્રુ તેમની પ્રાચીન ધાર્મિક ભાષા છે અને આધુનિક ઇઝરાયલમાં તે દૈનિક જીવનની મુખ્ય ભાષા બની છે. યુરોપમાં વસતા ઘણા યહૂદીઓમાં યિડિશ ભાષાનો વિકાસ થયો. જેમાં જર્મન, હિબ્રુ અને અન્ય ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે. સ્પેન અને ભૂમધ્ય સાગર વિસ્તારમાં લાડિનો ભાષાનો પણ વિકાસ થયો. જાણીતા યહૂદી ચહેરાઓ
આ ભાષા, શિક્ષણને આગળ જતાં વિજ્ઞાન, દવા, કાયદા, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં અનેક યહૂદી વ્યક્તિઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું. જેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન, સિગ્મંડ ફ્રોઇડ, નિલ્સ બોર, યુવાલ નોવા હરારી, હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુ પામતા પહેલા સંતાઈને ડાયરી ઓફ થઇ એન ફ્રેન્ક: જેવી આજે પણ અત્યંત લોકપ્રિય અને હકારાત્મકતા અને આશાવાદની રાહ બતાવતી ડાયરી જેના પરથી અનેક ફિલ્મો, ડોક્યુમેન્ટરી બની એ નાનકડી છોકરી એન ફ્રેન્ક, સ્ટીવન સ્પીલબર્ગ જેવા અત્યંત પ્રતિભાશાળી ફિલ્મ સર્જક, નતાલી પોર્ટમેન, ગાલ ગળોટ જેવી અભિનેત્રીઓ જે પછી સારી યુનિવર્સિટીમાંથી સારી ડિગ્રી ધરાવે છે એવા સૌ વૈજ્ઞાનિકો અને વિચારકોના વારસા એ આધુનિક વિશ્વના જ્ઞાન પર ઊંડી અસર પાડી છે. આજે યહૂદી લોકો માત્ર ઇઝરાયલમાં જ નહીં પરંતુ અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં પણ રહે છે અને એ લોકોનો ઇતિહાસ માત્ર ધર્મનો ઇતિહાસ નથી. તે ઓળખ, સ્થળાંતર, સંઘર્ષ, જ્ઞાન, પરંપરા અને અસ્તિત્વ જાળવી રાખવાની માનવ ક્ષમતાની ગાથા છે. હજારો વર્ષના પડકારો છતાં તેમની ભાષા, તહેવારો, ધાર્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસો આજે પણ જીવંત છે. યહૂદી ઇતિહાસ માત્ર એક સમુદાયનો ઇતિહાસ માત્ર નથી પણ પોતાના મૂળિયા સાથે, જમીન સાથે જોડાયેલા રહીને, સ્થળાંતર, સંઘર્ષ કરીને પણ પોતાની ઓળખ, જ્ઞાન, પરંપરા અને અસ્તિત્વ જાળવી રાખવાની માનવ ક્ષમતાની ગાથા છે.
યહૂદી લોકો: પ્રાચીન મૂળ, સમૃદ્ધ સંસ્કૃતિ અને વિશ્વ પર પ્રભાવ:રોમન સેનાએ જેરૂસલેમનું એક મંદિર નષ્ટ કર્યું અને યહૂદીઓનો ઇતિહાસ બદલાયો
📅 Published: October 8, 2026 |
📂 Category: gujarati-news
