યાદગાર નવરાત્રી

📅 Published: October 12, 2026 | 📂 Category: Nari

મારી જિંદગીમાં આયોજિત એક નવરાત્રી એવી હતી, જેણે મને હંમેશ માટે યાદગાર ક્ષણ આપી. તે સમયે મારી ઉંમર ૨૭ વર્ષની હતી. ગરબા ગ્રાઉન્ડમાં દર વર્ષે ખેલૈયાઓની ભીડ જામતી. તે દિવસે મારો ભત્રીજો, જે પાંચ વર્ષનો હતો, ગરબા રમતી વખતે ભીડમાં મારો હાથ છૂટી જવાથી ક્યાંક ખોવાઈ ગયો. જ્યારે મને અહેસાસ થયો કે તે મારી સાથે નથી, ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં આસપાસના લોકો અને સિક્યુરિટી ટીમને જાણ કરી. મન સતત મા અંબેને પ્રાર્થના કરી રહ્યું હતું. થોડી જ મિનિટોમાં ગ્રાઉન્ડના એનાઉન્સમેન્ટ માઇક પરથી અવાજ આવ્યો અને એક સ્ટેજ પાસે મને જવાનું કહેવામાં આવ્યું. હું દોડતી ત્યાં પહોંચી.  

સ્ટેજ પાસે એક વૃદ્ધ દાદીમા મારા ભત્રીજાને હાથમાં આઇસક્રીમ આપીને રમાડી રહ્યાં હતાં. તેમણે તેને એકલા રડતો જોઈને પોતાની પાસે રાખી લીધો હતો અને એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું. મારા ભત્રીજાને સલામત જોઈને મારી આંખોમાંથી આંસુ છલકાઈ ગયાં. મેં એ દાદીમાનો આભાર માનવા તેમની સામે હાથ જોડ્યા, તો તેમણે હસીને મને ગળે લગાવી દીધી અને કહ્યું, બેટા, આ મા અંબેનું ધામ છે, અહીં કોઈ બાળક અનાથ કે એકલું નથી હોતું. દાદીમાની સહાનુભૂતિ અને મા અંબે પરના વિશ્વાસે મારી નવરાત્રીને ખરા અર્થમાં યાદગાર બનાવી દીધી.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

  


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *