યુક્રેનમાં રાહત કેન્દ્ર પર રશિયાનો હુમલો, 29નાં મોત:ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયા તણાવ ઘટાડવા માંગતું નથી; 5 દિવસ પહેલાં રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો

📅 Published: November 3, 2026 | 📂 Category: International

દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝ્ઝિયામાં સોમવારે રશિયન હવાઈ હુમલામાં 29 લોકોનાં મોત થયાં. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, હુમલો કોમિશુવાખા વસાહતમાં થયો. અહીં એક સ્કૂલમાં રાહત સામગ્રીનું વિતરણ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું હતું અને નજીકમાં જ શેલ્ટર હતું. ઝેલેન્સ્કીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે હુમલામાં બે રાહતકર્મીઓ અને ચાર પોલીસકર્મીઓ પણ માર્યા ગયા. તેમણે આ ઘટનાને અત્યંત ભયાનક ગણાવી. 29 ઑક્ટોબરે યુક્રેનના ત્રીજા સૌથી મોટા શહેર દ્નિપ્રોના એક રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતની તસવીરો… યુક્રેનમાં નાગરિક સ્થળો પર હુમલા વધ્યા રશિયાએ નાગરિક માળખા પર હુમલા વધારી દીધા છે. તેમાં રિટેલ ચેન, લોજિસ્ટિક્સ માળખું અને રહેણાંક ઇમારતોનો સમાવેશ થાય છે. આ હુમલા એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે યુક્રેનમાં રશિયન સેનાને ગયા મહિને રેકોર્ડ નુકસાન થયું હતું. આ દરમિયાન રશિયન સેનાએ કેટલાક વિસ્તારો પરનો પોતાનો કબજો પણ ગુમાવ્યો હતો. સપ્ટેમ્બરમાં નાગરિકોના મોતમાં 85%નો વધારો યુએનની રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બરમાં યુક્રેનમાં નાગરિકોના મોતમાં 85%નો વધારો થયો. રશિયાએ 2022માં પૂર્ણ પાયે હુમલો શરૂ કર્યા બાદ સપ્ટેમ્બરનો આ સૌથી મોટો આંકડો હતો. તે મહિને થયેલા હુમલાઓમાં અડધાથી વધુ નાગરિકોના મોત માટે લાંબા અંતરની મિસાઇલો અને ડ્રોન જવાબદાર હતા. ——————————– આ સમાચાર પણ વાંચો… રશિયન ડીઝલની પ્રથમ બેચ અમેરિકા રવાના: જહાજમાં આશરે 3 લાખ બેરલ ડીઝલ ભરેલું; દેશમાં ડીઝલના ભાવ ઘટાડવા માંગે છે ટ્રમ્પ અમેરિકામાં ડીઝલના વધતા ભાવ વચ્ચે રશિયાથી લગભગ 3 લાખ બેરલ ડીઝલ લઈને એક ટેન્કર અમેરિકા માટે રવાના થયું છે. જહાજ 10 નવેમ્બરે ન્યૂયોર્ક પહોંચી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *