યુવકે ફેસબુક પર જાગૃતિ માટે મૂકેલા વીડિયો શખ્સની અપમાનજનક ટિપ્પણી:કુંભારવાડાના યુવકની જ્ઞાતિ વિશે બીભત્સ કોમેન્ટ કરતા બોરતળાવ પોલીસે શખ્સ સામે ફરિયાદ નોંધી

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ‘રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ (RBAN)’ સંગઠનના સંસ્થાપક યુવકે ફેસબુક પર એટ્રોસિટી કાયદા અંગે જાગૃતિ લાવવા માટે મૂકેલા વીડિયો પર બીભત્સ અને જાતિવાદી કોમેન્ટ કરી અપમાનિત કરવામાં આવતાં મામલો બોરતળાવ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. યુવકની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાકીય સલાહ આપતો એક જાગૃતિ વીડિયો પોસ્ટ કર્યો
કુંભારવાડા ગઢેચી રોડ પર રહેતા અજયભાઈ મહેશભાઈ સાગઠિયાએ ગત 30 જુલાઈ 2026ના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભાવનગર જિલ્લામાં એટ્રોસિટી કાયદા અંગે માહિતી અને કાયદાકીય સલાહ આપતો એક જાગૃતિ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો અપલોડ કર્યાના બે-ત્રણ દિવસ બાદ અજયભાઈએ કોમેન્ટ બોક્સ ચકાસતાં ‘સંજય ડાભી’ નામના યુઝરે તેમના સમાજ અને જ્ઞાતિ પ્રત્યે અત્યંત બીભત્સ અને અપમાનજનક લખાણ લખેલી કોમેન્ટ કરી હતી. પોતાની જ્ઞાતિનું જાહેરમાં અપમાન થતાં અજયભાઈએ સંજય ડાભી સામે બોરતળાવ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી સામે BNS ની કલમ 353(1)(c) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(u) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *