યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘SIP RUN–GenZ Edit’નું આયોજન:અમદાવાદમાં ફિટનેસ, વેલનેસ અને નેટવર્કિંગના સંગમ સાથે GCCI યુથ કમિટીનો અનોખો કાર્યક્રમ યોજાયો

📅 Published: November 3, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) યુથ કમિટી દ્વારા રવિવાર, તારીખ 1 નવેમ્બર 2026ના રોજ સવારે 6:30 વાગ્યે, અમદાવાદના SBR સ્થિત ‘સહતાઈન’ (Sahtain) ખાતેથી “SIP RUN – GenZ Edit”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કમિટીના આ ઇનિશિએટિવમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને GCCIના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જી.સી.સી.આઈ યુથ કમિટીએ તેના આ ઇનોવેટિવ કાર્યક્રમ દ્વારા વહેલી સવારના આહલાદક વાતાવરણ માં “ફિટનેસ, સુખાકારી અને નેટવર્કિંગ”ના ત્રિવેણી ધ્યેયને આવરી લીધા હતા. GCCIના પ્રમુખ રાજેશભાઈ ગાંધી અને ખજાનચી ધ્રુવિલભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સહભાગીઓના ઉત્સાહ માં વધારો કર્યો હતો. તેઓએ પોતાની ઉપસ્થિતિ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો અને વેપાર જગત ના સભ્યો માટે જરૂરી શારીરિક ફિટનેસ, વ્યક્તિગત સુખાકારી અને અર્થપૂર્ણ નેટવૉર્કીંગના ધ્યેયને પ્રોત્સાહિત કર્યા હતા. યુવા વ્યાવસાયિકો અને વેપાર સમુદાયના સભ્યોને સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમે, આજના વ્યસ્ત અને પડકારજનક વ્યાવસાયિક વાતાવરણ માં શારીરિક ફિટનેસ અને માનસિક સુખાકારીના મહત્વને ઉજાગર કર્યું હતું. આ ઉપરાંત, આ કાર્યક્રમનો હેતુ માત્ર ઔપચારિક, વ્યાવસાયિક સંબંધોથી આગળ વધી, અર્થપૂર્ણ વાતચીત, નેટવર્કિંગ અને નવા સંબંધો ને સુદ્રઢ કરવાની અનેકવિધ તકો ઊભી કરવાનો પણ હતો. GCCI યુથ કમિટી દ્વારા કરવામાં આવેલ આ પહેલ GCCI સાથે સંલગ્ન ગતિશીલ, પ્રગતિશીલ અને મહત્વાકાંક્ષી યુવા ઇકોસિસ્ટમને એમ્પાવર કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી હતી તેમજ સાથે સાથે યુવા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વ્યવસાયિક સમુદાયમાં સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો એક પ્રસંશનીય અભિગમ બની રહ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *