શ્રીમદ્ ભગવદ્ ગીતાના સંદેશ “લોકસંગ્રહમેવાપિ સંપશ્યન્ કર્તુમર્હસિ” અર્થાત જનકલ્યાણ અને સમાજના સંગઠન અર્થે સતત કાર્યરત રહેવાના ભાવને ચરિતાર્થ કરતો એક અનોખો અને અભિનવ પ્રયોગ વડોદરા ખાતે જોવા મળ્યો છે. ટેકનોલોજી અને ડિજિટલ સેવાઓનો સુંદર સમન્વય સાધીને વડોદરા મહાનગરના વોર્ડ નંબર 11ના કાર્યકર્તા અને હાલ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જના વડોદરા મહાનગર ઇન્ચાર્જ મિથીલેશ પટેલ દ્વારા એક અત્યંત ઇનોવેટિવ રંગોળી તૈયાર કરવામાં આવી છે. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળીમાં ક્યુઆર કોડ બનાવાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવન 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત થીમ હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વડોદરાના એક ઇનોવેટરે અનોખી રંગોળી બનાવી હતી. આ અનોખી રંગોળીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો સુધી સરકારી યોજનાઓ અને ડિજિટલ સેવાઓની માહિતી સરળતાથી પહોંચાડવાનો છે. આ રંગોળીમાં સમાવિષ્ટ ખાસ ક્યુઆર કોડ અને ડિજિટલ માધ્યમને સ્કેન કરીને લોકો વિવિધ સરકારી સેવાઓ વિશે સ્થળ પર જ વિગતવાર માહિતી મેળવી શકે છે. સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો આ સમન્વય લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિકસિત ભારત અભિયાનમાં જોડાવા આહવાન
આ પ્રસંગે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવાના ભગીરથ કાર્યમાં દેશના યુવાધનને જોડવા માટે વિશેષ આહવાન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રેરિત સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ અંતર્ગત વિદ્યાર્થીઓ, યુવાનો, સંશોધકો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને આવા જ નવા અને સામાજિક ઉપયોગી ઇનોવેશન રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સહભાગી થઈને દેશના પ્રતિભાશાળી યુવાનો ભારત સરકાર તરફથી કરોડો રૂપિયાના ઇનામો જીતી શકે છે. આ ઉપરાંત, પોતાના ઉત્કૃષ્ટ આઇડિયાને સાકાર કરવા માટે ગવર્નમેન્ટ સ્ટાર્ટઅપ સહાય તેમજ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સીધી મેન્ટોરશિપ મેળવવાની અનોખી તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રંગોળી થકી અનોખો સંદેશ
વડોદરાના મહાનગર ઇન્ચાર્જ મિથીલેશ પટેલે શહેર અને આસપાસના તમામ યુવાનો, સ્ટુડન્ટ્સ અને નવીન વિચાર ધરાવતા ઇનોવેટર્સને આ ચેલેન્જમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને દેશના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા અપીલ કરી છે. મિથિલેશ પટેલે આ રંગોળી અંગે જણાવ્યું હતું કે, દોરી અને કાગળની મદદથી આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. ક્યુઆર કોડ તૈયાર કરવા માટે ખૂબ ઝીણવટભર્યું માં કરવું પડ્યું હતું. આ રંગોળીમાં વડાપ્રધાનનો ચહેરો પણ ક્યુઆર કોડમાં સેટ કરવાનો હતો ખૂબ મહેનત પડી હતી. જો કે આ રંગોળી થકી લોકો સાચા અર્થમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકશે.
રંગોળી સ્કેન કરો અને સરકારની વિવિધ યોજના જાણો:સેવા સંકલ્પ રંગોળી સ્પર્ધામાં સ્કેન કરી શકાય તેવી ગીતાના સ્લોકથી પ્રેરિત રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર
📅 Published: October 6, 2026 |
📂 Category: gujarati-news
