રશિયાના દક્ષિણ-પશ્ચિમ સાઇબેરિયામાં મંગળવારે એક સૈન્ય વિમાન ક્રેશ થયું. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 17 લોકોનાં મોત થયા. રશિયન મીડિયા આઉટલેટ ‘ઇઝવેસ્ટિયા’એ જણાવ્યું કે આ એક પરિવહન વિમાન હતું. વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તે હજુ સ્પષ્ટ નથી. કેમેરોવો વિસ્તારના ગવર્નર ઇલ્યા સેરેદ્યુકે યાગુનોવો ગામ પાસે વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરી. રોઇટર્સ અનુસાર, ગવર્નર ઇલ્યા સેરેદ્યુકે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ઓળખ જાહેર કરી નથી. નકશા દ્વારા સમજો કે દુર્ઘટના ક્યાં થઈ… દાવો- An-12 વિમાન દુર્ઘટનાગ્રસ્ત અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન An-12 છે, જે એક સૈન્ય માલવાહક વિમાન છે. તેને સોવિયેત યુનિયનના સમયમાં યુક્રેનની એન્ટોનોવ કંપનીએ બનાવ્યું હતું. આ વિમાનનો ઉપયોગ સેનાના જવાનો, હથિયારો, દારૂગોળો અને અન્ય જરૂરી સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે કરવામાં આવે છે. 70ના દાયકામાં An-12નું ઉત્પાદન બંધ થઈ ગયું હતું
રશિયાનું આર્મી પ્લેન સાઈબેરિયામાં ક્રેશ થયું:ટ્રાન્સપોર્ટ વિમાનમાં 17 લોકો સવાર હતા, તમામનાં મોત
📅 Published: November 17, 2026 |
📂 Category: International
