યુક્રેનના મધ્યમાં આવેલા નિપ્રો શહેરમાં ગુરુવારે સવારે રશિયન ડ્રોને રેલવે સ્ટેશન પર હુમલો કર્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે. શહેરના મેયર બોરિસ ફિલાતોવે જણાવ્યું કે ડ્રોને મુસાફરોને લઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેનને નિશાન બનાવી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હુમલાને ભયાનક ગણાવ્યો. તેમણે આવા હુમલાઓને રોકવા માટે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની માંગ કરી. રશિયાના ટ્રેન પરના હુમલા બાદની 4 તસવીરો હુમલા સમયે પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હતી યુક્રેનની સરકારી રેલવે કંપની અનુસાર, ડ્રોને તે પ્લેટફોર્મને નિશાન બનાવ્યું હતું, જ્યાં નિપ્રોથી ઝાપોરિઝિયા જતી ટ્રેન નંબર 866 ઊભી હતી. ટ્રેન રવાના થવાની તૈયારીમાં હતી. રેલવે કંપનીએ જણાવ્યું કે જોખમ અંગે ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રેલવે નેટવર્ક પર 8 મહિનામાં 1600થી વધુ હુમલા રશિયા રેલવે નેટવર્ક પર શા માટે હુમલો કરે છે યુક્રેનના રેલવે નેટવર્ક પરના હુમલાઓની અસર માત્ર મુસાફરો સુધી મર્યાદિત નથી. રેલવે મારફતે અનાજ, જરૂરી સામાન અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવે છે. રેલવેની અવરજવર ખોરવાઈ જવાથી અર્થવ્યવસ્થા અને દેશની પુરવઠા વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ શકે છે. રેલવેને સુરક્ષિત રાખવા માટે યુક્રેનની તૈયારી રશિયન ડ્રોન હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને યુક્રેનની સરકારી રેલવે કંપનીએ ટ્રેનો અને ડ્રોનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નિરીક્ષણ કેન્દ્રો બનાવ્યાં છે. જોખમનો સંકેત મળતાં ટ્રેનો રોકીને મુસાફરોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. યુક્રેનની સરકારી રેલવે કંપનીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં ડ્રોન હુમલાના જોખમને કારણે 5,831 ટ્રેનોમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા. એટલે કે સરેરાશ દરરોજ લગભગ 205 ટ્રેનો રોકવી પડી હતી. કેટલાક મુસાફરોને જોખમ ટળી જાય ત્યાં સુધી રેલવે ટ્રેકની નજીક અથવા ખુલ્લા મેદાનોમાં રાહ જોવી પડી હતી. સપ્ટેમ્બરમાં એક ટ્રેનને 6.5 કલાક સુધી રોકવી પડી હતી.
રશિયાનો યુક્રેનના રેલવે સ્ટેશન પર હુમલો, 13નાં મોત:ડ્રોનથી ઇલેક્ટ્રિક ટ્રેનને નિશાન બનાવાઈ; આ વર્ષે રેલ નેટવર્ક પર 1600 હુમલા
📅 Published: October 29, 2026 |
📂 Category: International
