રાજકોટના વેપારીઓ 2 ઓક્ટોબરે UPI પેમેન્ટ નહીં સ્વીકારે:4 ટકા ટેક્સના વિરોધમાં ગાંધી જયંતીએ સ્કેનર પર કાળું કપડું મૂકી 2000 થી વધુ વેપારીઓનો વિરોધ

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સમાં 4 ટકા ટેક્સ વસૂલવાના નિર્ણય સામે દેશભરના વેપારીઓએ વિરોધનું રણશિંગુ ફૂંકી દીધું છે. આગામી તા.2 ઓક્ટોબરના રાજકોટ સહિત દેશના એક પણ વેપારીઓ UPI પેમેન્ટ્સ નહીં સ્વીકારે. રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારના 2000 મળી શહેરના તમામ નાના – મોટા વેપારીઓ આ દિવસે UPI સ્કેનર પર કાળું કપડું ઢાંકી રાખી પોતાનો વિરોધ નોંધાવશે. રાજકોટ ટેકસટાઇલ એસોસિએશનના હિતેશ ઉનડકટે જણાવ્યું હતું કે, આગામી 15 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું છે કે જે વેપારીઓ UPI પેમેન્ટ્સ સ્વીકારે છે. તેઓની પાસેથી 4% (0.4%) જેવો એમડીઆર (MDR) ટેક્સ વસૂલ કરવામાં આવશે. જેની સામે ગુજરાત અને ભારતના વેપારીઓનો વિરોધ છે. જેમની સાથે રાજકોટના વેપારીઓ પણ જોડાય વિરોધ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા.2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે અમે તમામ વેપારીઓને વિનંતી કરવાના છીએ કે જે લોકો UPI થી પેમેન્ટ સ્વીકારે છે. તેઓને ત્યાં સ્કેનર પર એક દિવસ પૂરતું કાળું કપડું ઢાંકી રાખી અને આ UPI પેમેન્ટનો વિરોધ કરશું. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર આવા વેપારીઓ ઉપર જ ટેક્સ નાખવામાં આવે છે. એટલા માટે અમારો વિરોધ છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) ને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને હવે વેપારીઓ પાસેથી ટેક્સ લેવાનો નિર્ણય જાહેર કર્યો. હાલ વેપારીઓ GST તો ભરે જ છે તો બીજો વધારાનો ટેક્સ શા માટે ભરવાનો?. હાલ UPI પેમેન્ટ્સમાં 4 ટકાનો ટેક્સ વસૂલવા સરકારે નિર્ણય લીધો છે. જે મૂજબ કોઈ વ્યક્તિ રૂ.2500 નું ટ્રાન્ઝેક્શન કરે તો વેપારીને રૂ.10 નો ટેક્સ લાગે. જેથી આગામી 2 ઓક્ટોબરના એક પણ વેપારી UPI પેમેન્ટ્સ નહીં સ્વીકારે. રાજકોટ શહેરની મુખ્ય માર્કેટના 2000 સહિત નાના -મોટા તમામ વેપારીઓ આ દિવસે UPI પેમેન્ટ્સ નહીં સ્વીકારી વિરોધ કરશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *