રાજકોટમાં આપઘાતના વધુ બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક વૃદ્ધ અને એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મુંજકા ગામે રહેતા સંજયભાઈ ભૂતના નામના વૃદ્ધે બીમારીથી કંટાળી અને ધરમનગરમાં રહેતા યુવક વિજય મુલીયાણાએ પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુંજક ગામે ટીટોલીયા ક્વાર્ટરમાં રહેતા 60 વર્ષીય સંજયભાઈ મગનભાઈ ભૂતએ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુનિવર્સિટી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં મૃતક નિવૃત્ત જીવન ગાળતા હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વૃદ્ધ માનિસક અસ્વસ્થ રહેતા અને પેટમાં દુ:ખાવાની બીમારી રહેતી હતી જેનાથી કંટાળી આપઘાત કર્યો હોવાનું તારણ સામે આવ્યું છે. યુવકે પત્ની સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જયારે બીજા બનાવમાં રામાપીર ચોકડી પાસે આવેલ ધરમનગર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય યુવક વિજયભાઈ મુકેશભાઈ મુલીયાણાએ પોતાના ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ કરતા યુનિવર્સીટી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક વિજયને પત્ની સાથે ઝઘડો થયો હતો જેના કારણે પત્ની રિસામણે જતી રહી હતી જેના વિયોગમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં આપઘાતના બે બનાવ:મુંજકામાં વૃદ્ધે બીમારીથી કંટાળી અને ધરમનગરમાં યુવકે પત્ની સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
📅 Published: October 6, 2026 |
📂 Category: gujarati-news
