રાજકોટમાં ખાખીનો ખૌફ ઓસર્યો:રૈયા રોડ પર દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવેલા શખ્સે બોલાચાલી કરી બાદમાં અન્ય 6 શખ્સો સાથે આવી ધોકા પાઇપ વડે કરી તોડફોડ

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં વધુ એક વખત લુખ્ખા અને આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે આવેલા દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં રવિવારે રાત્રીના 9.30 વાગ્યા આસપાસ છ જેટલા શખ્સો ધોકા પાઇપ સાથે ઘસી આવ્યા હતા અને અચાનક જ મેડિકલ સ્ટોરમાં રહેલ કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરા અને ટીવીમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ સમગ્ર મામલે મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક ખાતે આવેલ દેવપુષ્પ મેડિકલ સ્ટોરના સંચાલક પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે, રવિવારે સ્ટાફ ઓછો હોવાના કારણે દવાના બે કાઉન્ટર ચાલુ રાખીએ છીએ અને એક કાઉન્ટર બંધ રાખીએ છીએ. રવિવારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ અજાણ્યા 6 શખ્સો મેડિકલ સ્ટોર ખાતે ઘસી આવ્યા હતા જેમના હાથમાં ધોકા અને પાઇપ હતા આવી અને તેમના દ્વારા મેડિકલ સ્ટોરમાં રહેલ 12 જેટલા કોમ્પ્યુટર, 2 સીસીટીવી કેમેરા અને ટીવી તેમજ ટેબલ ઉપર ધોકા પાઇપ મારી નુકશાન પહોંચાડવામાં આવ્યું છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. આ બનાવ પાછળનું કારણ એ છે કે જે લોકો ધોકા પાઇપ લઈને આવ્યા હતા ત પૈકી એક વ્યક્તિ થોડી વાર પહેલા દવા લેવા આવ હતા અમારું એક કાઉન્ટર બંધ હતું માટે અમે એ દવા લેવા આવ્યા ત્યારે અન્ય એક મહિલા ગ્રાહક પણ દવા લેવા આવ હોવાથી સ્ટાફ દ્વારા મહિલા ગ્રાહકને સાઈડમાં ઉભા રહેવાનું કહેતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને તું કોને સાઈડમાં રહેવા કહેશ કહેતા અમારા સ્ટાફે તમને દવા આપીએ જ છીએ ના નથી પાડી કહેતા ઉશ્કેરાઈ અને બોલાચાલી કરી બાદમાં તું મને ઓળખતો નથી ઉભો રે જે હમણાં આવું કહી ચાલ્યા ગયા બાદ 9.30 વાગ્યા આસપાસ અચાનક 6 લોકો આવી તોડફોડ શરૂ કરી હતી. હાલ સમગ્ર મામલે મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસને સીસીટીવી કેમેરાના ફૂટેજ આપી ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે જેના અઢાર પોલીસે આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જો કે કોઈ કારણ વગર સામાન્ય સમજ ફેર થતા ઉશ્કેરાઈ અને આવી લુખ્ખાગીરી કરતા આવારા તત્વોના કારણે વેપારીઓમાં ડરનો માહોલ જો mali રહ્યો છે અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *