રાજકોટમાં ગેરકાયદે હથિયારોનો રાફડો ફાટ્યો:SOG દ્વારા ગેરકાયદે હથિયાર સાથે પારસ ઉર્ફે પારલેજીની ધરપકડ કરાઈ, શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં 57 હથિયારો ઝડપી પાડ્યા

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં ગેરકાયદે હથિયારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક હથિયારો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી રહ્યા છે. આજ રોજ વધુ એક ગેરકાયદે હથિયાર સાથે પારસ ઉર્ફે પારલેજી પરમાર નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરેન્દ્રનગરના શખ્સને ચાર હથિયાર સાથે અને PCBએ બે વેપારીને બે ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 57 ગેરકાયદે હથિયાર ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે તેના ઘરેથી ગેરકાયદે હથિયાર સાથે પારસ ઉર્ફે પારલેજી પરમારની ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી હતી જેને કબ્જે કરી પોલીસ કુલ રૂ.40,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવા અંગે એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે અને આ પછી તે પોતે પોતાની પાસે હથિયાર રાખત હોવાનું રટણ કરતા આ હથિયાર ક્યારે અને કોની પાસેથી ખરીદ કર્યું સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપી રીપલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધીરા કુકડીયાને આપવામાં આવેલ હથિયાર અંગે માહિતી આધારે ધીરા કુકડીયાની ધરપકડ કરી તેની પાસેથી ચાર ગેરકાયદે હથિયાર સહીત કુલ 80,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે PCB દ્વારા વેપારી યાકીબ મામટી (ઉ.વ.37)ની ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ તથા 9 જીવતા કાર્ટીસ સાથે અને અરબાઝ ઉર્ફે ફિરોઝ કાજીની ગેરકાયદે દેશી બનાવટની પિસ્તોલ તથા 2 જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં અલગ-અલગ દરોડા દરમિયાન કુલ 57 ગેરકાયદે હથિયારો ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *