રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માંખી નિકળી:સેટેલાઈટ ચોક પાસેની શોપનો વિડિયો વાયરલ, ગ્રાહકે કહ્યું – પિત્ઝામાં માંખી મેલ્ટ થઈ ગઈ છે !

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝાની શોપમાં પિત્ઝામાંથી માંખી નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. સેટેલાઈટ ચોક પાસે આવેલી પિત્ઝા શોપમાં પિત્ઝામાંથી માંખી નીકળતા ગ્રાહકે વેપારીને આ બાબતે ફરિયાદ કરી હતી પરંતુ વેપારીએ બચાવ કર્યો કે પિત્ઝા આપ્યા બાદ માંખી પડી છે. જોકે હકીકત એ હતી કે માંખી મેલ્ટ થયેલી હોવાથી પિત્ઝા બનાવતા સમયે પડી હતી. આ બાબતે આરોગ્ય અધિકારીએ ફરિયાદ આવશે તો કાર્યવાહી કરશું તેવો જવાબ આપ્યો હતો. શહેરના સેટેલાઈટ પાસે આવેલી ડોમિનોઝ પિત્ઝાની શોપમાં ગઈકાલે રાતના સમયે એક યુવાન પહોંચ્યો હતો અને પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ પિત્ઝા આવતા યુવાને તે આરોગવાનું શરૂ કરતા એક પીસમાં તેને માંખી નજરે પડી હતી. જે પછી તે અંગે યુવાને વેપારીને ફરિયાદ કરી હતી જોકે વેપારીએ તો બચાવ કર્યો હતો કે આખી તો પિત્ઝા તૈયાર થઈ ગયા બાદ ઉપરથી પડી હશે. આ સમયે આ યુવાન તે પિત્ઝાનો વિડીયો બનાવે છે અને તેમાં માંખી પડી હોય તેવું દર્શાવે છે. યુવાન તે વીડિયોમાં કહે છે કે માંખી મેલ્ટ થઈ ગઈ છે એટલે કે પિત્ઝા બનાવતા સમયે આ માંખી પડી છે. આ વિડીયો વાયરલ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારા સુધી આ બાબતની કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે અને બાદમાં કાર્યવાહી થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *