રાજકોટ શહેરમાં વધુ એક વખત રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો છે. રાજકોટ શહેરના રૈયા રોડ પર રહેતા વૃધ્ધાને નિશાન બનાવી રીક્ષા ગેંગ દ્વારા અગાઉથી એક મહિલાને બેસાડી બાદમાં ફરિયાદી વૃધ્ધાને બેસાડી થોડે દૂર અન્ય એક મહિલાને બેસાડી બાદમાં બન્ને મહિલાએ સાથે મળી મુસાફરના સ્વાંગમાં સાડી સરખી કરવાના બહાને વૃધ્ધાની નજર ચૂકવી ગળામાં પહેરેલ રૂ.1.20 લાખની કિંમતનો સોનાનો ચેન સેરવી લેતા હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી મુદામાલ સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉથી જ એક મોટી ઉંમરની મહિલા રિક્ષામાં બેસેલ હતી રાજકોટના રૈયા રોડ પર રહેતા 72 વર્ષીય ફરિયાદી વનીતાબેન હસમુખભાઇ જોષીએ જણાવ્યું હતું કે, તા.13.08.2026ના રોજ બપોરના 12.30 વાગ્યે રૈયારોડ પર ફુટ લેવા ગઈ હતી ત્યારબાદ 1 વાગ્યા આસપાસ પરત રિક્ષામાં ઘરે આવતી હતી આ સમયે સદભાવના મેડિકલ પાસે રિક્ષામાં બેઠી ત્યારે અગાઉથી જ એક મોટી ઉંમરની મહિલા રિક્ષામાં બેસેલ હતી અને થોડે આગળ જતા અન્ય એક મહિલાને રિક્ષામાં બેસાડી હતી જે બન્ને મહિલાની વચ્ચે હું બેઠી હતી. પોતાની સાડી સરખી કરવાના બહાને વૃધ્ધા તરફ જુકતી આ બન્ને અજાણી સ્ત્રીઓ તથા રીક્ષા ચાલક એકબીજાને ઓળખતા હોય તેમ અંદરો-અંદર વાતો કરવા લાગ્યા હતા અને બન્ને અજાણી સ્ત્રીઓ એકબીજાને રાધાબેન તથા કુવરબેન ના નામે બોલાવી વાતચીત કરતી હતી. ચાલુ રિક્ષામાં આ બંન્ને મહિલાઓ વારંવાર પોતાની સાડી સરખી કરવાના બહાને મારી તરફ જુકતી હતી દરમિયાન મારો 1.20 લાખની કિંમતનો એક તોલાનો સોનાનો ચેન નજર ચૂકવી નિકાળી લીધો હતો. રિક્ષામાં હયી ત્યારે જ ચેન ગુમ થયાનું માલુમ થતા રીક્ષાની અંદર તથા સાડીના પલ્લુમા તપાસ કરતા ચેન મળ્યો ન હતો. પોલીસે મુદામાલ રિકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી આ પછી મારા ઘર પાસે પહોંચતા રીક્ષા ચાલકને રીક્ષા રોકવાનુ કહી સીટમા સોનાનો ચેન છે કે નહીં તે ચેક કરવા કહેતા રીક્ષા ચાલકે મને મોડુ થાય છે કહી ભાડુ લીધા વગર ત્યાથી નાસી છૂટ્યો હતો. હાલ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી મુદામાલ રિકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં ફરી રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો:બે મહિલાએ મુસાફરના સ્વાંગમાં વૃધ્ધાને વચ્ચે બેસાડી સાડી સરખી કરવાના બહાને ગળામાંથી રૂ.1.20 લાખનો ચેન સેરવી લીધો
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
