રાજકોટ પોલીસે એક વૃદ્ધ દંપતીને સાયબર ગઠીયાઓની ડિજિટલ એરેસ્ટ ચુંગાલમાંથી મુક્ત કરાવી તેમની સાથે થતા લાખો રૂપિયાના ફ્રોડને અટકાવી દીધું. જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા વૃધ્ધ દંપતીને અડધી રાત્રે 2.40 વાગ્યે ફોન કરી TRAI અને EDના અધિકારીની ઓળખ આપી ડરાવી ધમકાવી તમારા બેન્ક એકાઉન્ટમાં 2 કરોડના ફ્રોડ પૈકી રૂપિયા 25 લાખ ટ્રાન્સફર થયા છે માટે તમને સર્વેલન્સમાં રાખી ડિજિટલ એરેસ્ટ કરી તપાસ અને પુછપરછ કરવામાં આવશે જો કે ચાર કલાક ડિજિટલ એરેસ્ટ રહ્યા બાદ અચાનક વૃદ્ધને હિંમત આવતા રાજકોટ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાત્કાલિક પોલીસે વૃધ્ધ દંપતીના ઘરે પહોંચી તેમને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત તેમના સાથે લાખો રૂપિયાના ફ્રોડ થાય તે પહેલા જ સમજણ આપી મોટું ફ્રોડ થતા બચાવ્યું હતું. રાત્રે ઊંધી રહેલા વૃદ્ધ દંપતીને ફોન કરી ડિજિટલ અરેસ્ટ કરાયા
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતા 75 વર્ષીય વૃદ્ધને રાત્રીના 2.46 વાગ્યે એક ફોન આવ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ TRAIના અધિકારી તરીકે આપી પોતાનું નામ પ્રીતિ વર્મા જણાવ્યું હતું. થોડી વાર વાતચીત કરી બાદમાં પોતાના ઉપલી અધિકારીને ફોન આપવાનું કહી બીજા કોઈ પુરુષને ફોન આપ્યો હતો. આ પછી તેને બીજા નંબરમાંથી વિડીયો કોલ કર્યો હતો જેમાં તેમનો ચહેરો ન હતો દેખાતો પરંતુ તેમને અમને બન્ને દંપતીને બાજુ બાજુમાં ખુરશીમાં બેસી જવા કહ્યું હતું. બાદમાં આધાર કાર્ડ ચેક કર્યું હતું અને પછી આધાર કાર્ડના ઉપયોગ થકી બેન્ક એકાઉન્ટ ખુલ્લી ગયું છે જેમાં 2 કરોડનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ થયું છે. આ મોટો કેસ છે કહી તમને 3 થી 9 દિવસ સુધી સર્વેલન્સમાં રાખવામાં આવશે કહી ધમકાવ્યા હતા. મુંબઈ લઈ જવાનું કહી ધમકાવવામાં આવ્યા
સામેની વ્યક્તિએ ખોટી રીતે વૃઘ્ધને ડરાવવા માટે ગાડીમાંથી મારી રિવોલ્વર લઇ આવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને હવે તમે ડિજિટલ એરેસ્ટ છો. ઘરના દરવાજા લોક કરી દયો, ફોન ચાર્જિંગમાં લગાવીને સતત વિડીયો કોલ ચાલુ રાખો, કોઈ કામ વાળાને પણ ઘરમાં પ્રવેશ આપવાનો નથી, કોઈને ફોન કોલ કરવાના નથી કહી ધમકાવવામાં આવ્યા હતા. આ પછી સર્વેલન્સમાં તમારી પુછરપચ શરૂ થશે અને બાદમાં મુંબઈ પણ લઇ જવામાં આવશે મોટા ફ્રોડ રકમ કેસમાં તમને જેલ પણ થઇ શકે છે. જેલમાં કોઈ સેટી પલંગ પાંખો જેવી કોઈ સુવિધા મળશે નહીં. તમારા એકાઉન્ટમાં આવેલા 25 લાખ રૂપિયા તમારા આપવા પડશે કહી સાયબર ગઠિયાઓએ રૂપિયા 25 લાખ મેળવવા માટે ધીમે ધીમે દબાણ શરૂ કર્યું હતું. વૃદ્ધે રાત્રે જ પોલીસની મદદ માગતા ફ્રોડ થતું અટક્યું
જો કે આ દરમિયાન 4 કલાક બાદ વૃદ્ધને હિંમત આવતા તેઓએ 112 પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ રૂમ દ્વાર સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતા તુરંત પીઆઇ એમ ડી ગઢવી અને તેમની ટિમ વૃદ્ધ દંપતીના ઘરે પહોંચી હતી અને ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું નથી આ માત્ર સાયબર ફ્રોડ તેવી સમજણ આપી તેમના સાથે થનાર રૂપિયા 25 લાખનું સાય ફ્રોડ થતા અટકાવ્યું હતું અને તેમને કાયદા વિષે સાચી સમજણ આપી બાદમાં આશ્વાસન આપી તેમની સાત થયેલ ડિજિટલ એરેસ્ટ અંગે માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે પોલીસે ડિજિટલ એરેસ્ટની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવાનું અને આ માત્ર એક સ્કેમ હોવાનું જણાવ્યું હતું જેથી કોઈ પણ લોકો સાયબર ગઠીયાઓથી ડરવુ નહિ અને અજાણ્યા નંબર પરથી આવતા ફોન કોલ્સ તેમજ વિડીયો કોલ ઉપાડવાનું ટાળી સુરક્ષિત રહેવા ખાસ સિનિયર સીટીઝન લોકોને અપીલ કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ
પોલીસ પહોંચતા જ ડિજિટલ અરેસ્ટ વૃદ્ધા રડી પડ્યા, VIDEO રાજકોટના પંચનાથ પ્લોટમાં એકલું રહેલું રહેતું વૃદ્ધ દંપતી સાયબર ફ્રોડનું શિકાર બન્યું. 77 વર્ષીય વૃદ્ધાને અજાણ્યા મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ફોન કરવામાં આવ્યો. સાયબર ટેરરિઝમમાં વૃદ્ધાના સીમકાર્ડ અને એકાઉન્ટનો ઉપયોગ થયાનું કહી ડરાવવામાં આવ્યા અને સાત દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. વૃદ્ધ દંપતી પાસેથી ટુકટે ટુકડે 55 લાખ પડાવ્યા બાદ વધુ 41 લાખની માગણી કરવામાં આવી. જો કે, દંપતી પાસે પૈસા ન હોય મુંબઈ રહેતી દીકરીને જાણ કરતા પોલીસનો સંપર્ક કરાયો. વૃદ્ધા નકલી પોલીસથી એટલા ડરી ગયા હતા કે જ્યારે તેમના ઘરે મદદ માટે રાજકોટ પોલીસની ટીમ પહોંચી તો તેનો પણ વિશ્વાસ કરવા તૈયાર ન થયા. પોલીસકર્મીઓએ મદદ માટે આવ્યાની વાત કરતા જ વૃદ્ધા રડી પડ્યા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજકોટમાં વૃદ્ધ દંપતીને રાત્રે પોણા ત્રણ વાગ્યે ડિજિટલ અરેસ્ટ કરાયું:TRAI-EDના અધિકારીઓની ખોટી ઓળખ આપી 25 લાખ માગ્યા, વૃદ્ધે મદદ માગતા પોલીસે બચાવ્યા
📅 Published: September 13, 2026 |
📂 Category: gujarati-news
