રાજકોટમાં 19 વર્ષીય યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત:વ્યાજે લીધેલ રૂપિયા ભરપાઈ ન કરી શકતા કારખાનેદારે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

📅 Published: September 22, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના ભગવતીપરામાં આવેલી બોરીચા સોસાયટીમાં રહેતી 19 વર્ષીય પ્રિયંકા હિતેષભાઇ જાદવએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા 108ને જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી મૃત જાહેર કરી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કારખાનેદારનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ રાજકોટના રામાપીર ચોક નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર પાસે શિવમ પાર્કમાં રહેતાં 39 વર્ષીય સંદિપભાઇ જનકભાઈ પોપટ નામના કારખાનેદાર યુવાને સાંજે અટલ સરોવર પાસે જઇ ફિનાઇલ પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સંદિપભાઈ ત્રણ ભાઈમાં મોટા હોવાનું અને સંતાનમાં બે દિકરી હોવાનું સામે આવ્યું છે. તેમને હરીપર પાળ ગામે ઘઉંના લોટ પેકીંગની ફેકટરી છે જે ધંધાના કામે એક વર્ષ પહેલા અલગ અલગ ચાર લોકો પાસેથી 10થી 12 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. એક વર્ષથી તે આ લોકોને 10થી 20% વ્યાજ ભરતા હતા. હાલમાં વ્યાજ ભરી શકાય તેવી હાલત ન હોઇ કંટાળી આ પગલું ભર્યું હોવાનું જણાવતા વધુ તપાસ હાથ ધરી છે. ‘આજે તો તારું મર્ડર કરી નાખવું છે’ કહી મજૂર ઉપર બે શખસોનો હુમલો વાણીયાવાડી નજીક જલજીત હોલ પાસે બાંધકામની સાઇટ નજીક રહેતા અને કડિયાકામની મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મોહનસિંગ અબલાભાઈ મેડા નામના આધેડ 11 વાગ્યે જલજીત હોલ પાસે હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની સાથે અચાનક ઝઘડો કરી પાણાના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે ઇજાગ્રસ્ત મોહનસિંગના જણાવ્યા મુજબ, બે અજાણ્યા શખ્સોએ આવીને અચાનક ગાળો આપવાનું શરૂ કર્યું હતું. તેમણે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ “આજે તો તારું મર્ડર કરી નાખવું છે” કહીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પાણાના ઘા માર્યાં હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોઠારીયા નજીકથી રૂ.5.47 લાખના દારૂ ભરેલી બોલેરો સાથે બે રાજસ્થાની ઝડપાયા રાજકોટ PCB ટિમ પેટ્રોલિંગમાં હતા દરમિયાન કોઠારીયા ગામથી લાપાસરી જવાના રસ્તે ગાત્રાળ પાન પાસે એક બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી બોલેરોને અટકાવીને અંદર સવાર બે શખ્સોની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ અમરસિંહ કિશનસિંહ દસાણા અને કપિલ પ્રકાશદાસ વૈષ્ણવ હોવાનું જણાવ્યું હતું. ગાડીની જડતી લેતા અંદરથી રૂ. 5,47,000ની કિંમતની વિદેશી દારૂની 3,696 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં બંને શખ્સો દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી રાજકોટના પરસાણાનગરમાં રહેતા આરીફ સલીમ જુણેજા નામના બુટલેગરને પહોંચાડવા આવ્યા હોવાનું સામે આવતા મુખ્ય રીસીવર આરીફ જુણેજાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *