રાજકોટમાં લાયન્સ ક્લબ રાજકોટ આવકાર દ્વારા જરૂરિયાતમંદ અને વંચિત પરિવારો માટે ફૂડ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘ગ્લોબલ કોઝ – હંગર’ અંતર્ગત યોજાયો હતો. ક્લબના “We Serve” સેવા સૂત્રને સાર્થક કરતા, આ સેવાકીય પ્રવૃત્તિ 29 ઓગસ્ટના રોજ સવારે 9:30 કલાકે રાજકોટ ખાતે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાડી, ચૌધરી હાઈસ્કૂલ સામે યોજાઈ હતી. જેમાં જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ કીટનું વિતરણ કરાયું હતું. આ સેવાકીય પ્રોજેક્ટના મુખ્ય પ્રાયોજક MJF લા. હર્ષદભાઈ ઓઝા હતા. તેમના સહયોગથી પરિવારોને જીવનજરૂરિયાતની ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. લાયન્સ ક્લબ રાજકોટ આવકાર સમાજના જરૂરિયાતમંદ વર્ગને મદદ કરવાના હેતુથી સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ ફૂડ કીટ વિતરણ પણ તે જ કડીનો એક ભાગ હતો. કાર્યક્રમ દરમિયાન ક્લબના સભ્યો અને સ્વયંસેવકોએ સક્રિયપણે સેવા આપી હતી. લાયન્સ ક્લબ રાજકોટ આવકારના પ્રમુખ લા. શબ્બીર લોખંડવાલા અને તેમની ટીમે જણાવ્યું હતું કે, સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવી એ સામાજિક જવાબદારી છે. આ પ્રવૃત્તિને સફળ બનાવવામાં MJF લા. હર્ષદભાઈ ઓઝા, લા. શબ્બીર લોખંડવાલા, લા. મધુભાઈ રાચ્છ, લા. નીરવ ગેરિયા અને શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાડીના પ્રમુખ સહિતના સભ્યોએ સહયોગ આપ્યો હતો. ક્લબ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો.
રાજકોટ લાયન્સ ક્લબ આવકાર દ્વારા ફૂડ કીટ વિતરણ:જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
