તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો રાજસ્થાનથી તળાજા વિસ્તારમાં વિદેશી દારૂ ઘૂસાડવા નો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં પોલીસને બાતમીના આધારે દિહોરથી ટીમાણા તરફ આવતી એક સફેદ કલરની કારને રોકી તલાશી લેતા, તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી 1391 બોટલો તથા 96 બિયરના ટીન મળીને કુલ રૂ.3.85 લાખથી વધુનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના બે ઇસમોની અટકાયત કરી દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.10.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર એલ.સી.બી. અને તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તળાજા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની ટાટા હેરીયર કાર નં. GJ-04-DA-2840 માં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરીને દિહોરથી ટીમાણા તરફ આવી રહી છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને આંતરી લીધી હતી. કારની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. જેમાં ઝડપાયેલા આરોપીઓમાં ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી ઉં.વ.23, ધંધો- ડ્રાઇવીંગ, રહે. વોઢા, તા.સાંચોર, જી.જાલોર, રાજસ્થાન તથા નપારામ માનારામ માલી ઉં.વ.22, ધંધો- મોબાઇલ રીપેરીંગ, રહે. મોરસીમ, તા. બાગોડા, જી. જાલોર, રાજસ્થાન વાળાઓ પાસેથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-1391 કિંમત રૂ. 3,71,935, બિયરના ટીન નંગ-96 કિં. રૂ.13,560 કુલ દારૂ-બિયરનો જથ્થો રૂ. 3,85,495, સફેદ કલરની કાર કિંમત રૂ.7,00,000 તથા મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 મળી કુલ કિંમત રૂ.10,90,495 નો મુ્દામાલ ઝડપી લીધો હતો, મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલા આરોપીઓ પૈકી ડુંગરપુરી ઉર્ફે સુંદર ગૌસ્વામી અગાઉ પણ દારૂની હેરાફેરીના ગુનાઓમાં સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનમાં એક અને સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં બે પ્રોહિબિશનના કેસ દાખલ થયેલા છે ઉપરાંત, વરાછા પોલીસ સ્ટેશન હેઠળ તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાનના શખ્સો તળાજામાં વિદેશી દારૂ ઘૂસાડે તે પહેલાં જ પકડાયા:દિહોરથી ટીમાણા તરફ આવતી કારમાંથી રૂ.10.90 લાખના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના બે ઇસમો ઝડપાયા
📅 Published: October 24, 2026 |
📂 Category: gujarati-news
