મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિસનગર શહેરની જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવીને રોકડ અને દાગીનાની ચોરી કરનાર રાજસ્થાનની મોગિયા (બાગરી) ગેંગની એક મહિલાને ઝડપી પાડી છે. રામોસણા બ્રિજના છેડે હોટેલ નજીક ઉભી હતી
એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી હતી કે જ્વેલર્સની દુકાનમાં ચોરીના સીસીટીવીમાં દેખાતી મહિલા જેવા જ વર્ણનવાળી એક શકમંદ મહિલા મહેસાણા રામોસણા બ્રિજના છેડે દર્શન હોટેલ નજીક ઉભી છે. જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હતી
બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડીને મેહનતા ઉર્ફે કજોડી સત્યવાન બાગરી (ઉં.વ. 30, રહે. બારા, રાજસ્થાન) ને રોકડા રૂપિયા 2,48,000 સાથે પકડી પાડી હતી. કડક પૂછપરછ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે તેણે એકાદ માસ અગાઉ પોતાના સાગરીતો સાથે મળી વિસનગરની જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવી ચોરી કરી હતી. ત્રણ અન્ય આરોપીઓને પકડવા શોધખોળ શરૂ
આ ગુના સંદર્ભે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયેલ છે. પોલીસે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે વિસનગર પોલીસને સોંપી છે, જ્યારે આ ચોરીમાં સામેલ લક્ષ્મીબેન બાગરી, સુમન ઉર્ફે સુશીલા બાગરી અને લોકેશ બાગરી નામના ત્રણ અન્ય આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજસ્થાનની મોગિયા ગેંગની મહિલા 2.48 લાખ રોકડ સાથે ઝડપાઈ:વિસનગરમાં જ્વેલર્સની દુકાનમાં સાગરીતો સાથે મળીને ચોરી કરી હતી
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
