રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલીના રાજુલાના સમૂહખેતી ગામે પહોંચ્યા:અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન લીધું; ધારાસભ્ય મહેશ કસવાલા,જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

📅 Published: November 17, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે રાત્રિભોજન લીધું હતું. તેઓ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત રાત્રિ સભા પહેલાં ગામના જીવા ધાખડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે પરિવારના સભ્યો સાથે સંવાદ કર્યો હતો અને સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. પરિવારના સભ્યો સાથે વાત કરી ખબર-અંતર પૂછ્યા
રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે જીવાભાઈ ધાખડાના ઘરે પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પરિવારજનો સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી. તેમણે પરિવારના તમામ સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા. ત્યારબાદ તેમણે પરિવારના સભ્યોની સાથે જ બેસીને ભોજન લીધું હતું. ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર
રાજ્યપાલની આ મુલાકાત અને ભોજન પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ કુમાર મૌર્ય, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટર હર્ષિતા ગોયલ અને એએસપી જયવીર ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *