રાજ્યમંત્રી કમલેશ પટેલે વઢવાણ-સુરેન્દ્રનગર લોકમેળામાં કાર્યક્રમો માણ્યા:ઝાલાવાડની લોકસંસ્કૃતિના રંગે રંગાયેલા મેળામાં લોકડાયરા-સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત માણી

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ અને જેલ મંત્રી કમલેશભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા “વઢવાણ ધરોહર લોકમેળો-2026” અને “સુરેન્દ્રનગર વિરાસત લોકમેળો-2026″ની મુલાકાત લીધી હતી. આ લોકમેળા ઝાલાવાડની લોકસંસ્કૃતિ અને કલાના રંગે રંગાયેલા હતા. આ પ્રસંગે મંત્રીનું ઝાલાવાડી પાઘડી, કોટી, શાલ, પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. તેમને હવામહેલ, અજરામર ટાવર અને મેળાના લોગોવાળા મોમેન્ટો પણ ભેટ અપાયા હતા. વઢવાણ ધરોહર લોકમેળામાં હેમંત જોશી-શબદ આર્ટ દ્વારા ‘પ્રેમરસ’ કાર્યક્રમ રજૂ કરાયો હતો. સુરેન્દ્રનગર વિરાસત લોકમેળામાં કલાકારો મયૂર દવે, કિરીટદાન ગઢવી, અનુભા ગઢવી, મુકેશ બારોટ અને રાજેન્દ્ર ગઢવીએ લોકડાયરો રજૂ કર્યો હતો. મંત્રીએ આ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકસંસ્કૃતિના પર્વનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશકુમાર રાઠોડ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડેપ્યુનિટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન ગજાનનભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન રાજુભાઈ કરપડા, અગ્રણી દેવાંગભાઈ રાવલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર જી.કે. મકવાણા અને પારસ મકવાણા પણ ઉપસ્થિત હતા. સામાજિક આગેવાનો, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *