રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાં:સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર લો પ્રેશરમાં કન્વર્ટ થતાં વરસાદી માહોલ રહેશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

📅 Published: September 19, 2026 | 📂 Category: gujarati-news

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર કન્વર્ટ
હાલમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થતાં તેમજ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે વરસાદી માહોલ જળવાઈ રહેશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 616.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 673.9 મીમી કરતાં 8% ઓછો છે. છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને કેટલાક સ્પેલ રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિવાય લો પ્રેશર સિસ્ટમ સિવાય અન્ય એક મોનસુન ટ્રક સિસ્ટમ પણ સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *