રાજ્યમાં 5 વર્ષમાં પોક્સોના 16 આરોપીઓને ફાંસી, 908ને આજીવન કેદ:2022થી 26 સુધીમાં 1,785 ચુકાદા, ઓગસ્ટમાં 48 આરોપીઓને સજા; કલોલમાં 72 કલાકમાં જ ચાર્જશીટ બાદ આજીવન કેદ

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં સગીર દીકરીઓ સામેના જાતીય ગુનાઓમાં રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. પોલીસની સઘન અને વૈજ્ઞાનિક તપાસ, ઝડપી ચાર્જશીટ તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલના પરિણામે POCSO કેસોમાં કડક સજાના ચુકાદા આવી રહ્યા છે. 5 વર્ષમાં 1,785 ચુકાદા, 908ને આજીવન કેદ
વર્ષ 2022થી ઓગસ્ટ 2026 સુધી રાજ્યની પોક્સો કોર્ટે કુલ 1,785 ચુકાદા આવ્યા છે. તેમાં 908 આરોપીઓને આજીવન કેદ, જ્યારે 16 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2022માં 194 ચુકાદામાં 107 આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી. જ્યારે વર્ષ 2025માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ થઈ હતી. 2026ના 8 મહિનામાં જ 346 ચુકાદા
ચાલુ વર્ષ 2026માં ઓગસ્ટ સુધીમાં જ 346 પોક્સો કેસના ચુકાદા આવ્યા છે. જેમાં 241 આરોપીઓને આજીવન કેદ અને 2 આરોપીઓને ફાંસીની સજા ફટકારાઈ છે. ખાસ કરીને માત્ર ઓગસ્ટ મહિનામાં 48 કેસમાં સજાના ચુકાદા આવ્યા, જેમાં 35 આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે. કલોલમાં 72 કલાકમાં જ ચાર્જશીટ બાદ સજા
ગાંધીનગરના કલોલમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં POCSO કોર્ટે આરોપીને કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. ઝડપી તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે થયેલી કાર્યવાહીનું આ મહત્વનું ઉદાહરણ છે. મોટાભાગના કેસમાં 45 દિવસમાં ચાર્જશીટ
પોલીસ દ્વારા POCSO કેસોમાં ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ રજૂ થાય તેનું મોનિટરિંગ કરવામાં આવે છે. 5,463 કેસમાં 45 દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ
છેલ્લા પાંચ વર્ષમાં 140 કેસમાં 1થી 15 દિવસમાં, 1,339 કેસમાં 16થી 30 દિવસમાં અને 5,463 કેસમાં 31થી 45 દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવી છે. સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ટોપ-ટુ-બોટમ તપાસના કારણે કેસને ઝડપથી કોર્ટ સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે. આરોપીઓને કોઈ દયા કે છૂટછાટ નહીં: હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા આરોપીઓ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ શકે નહીં. ફાસ્ટ ટ્રેક કોર્ટ અને મજબૂત કાયદાકીય માળખાના પરિણામે પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય મળી રહ્યો છે. ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રના સંકલનથી આવા ગુનેગારોને દાખલો બેસે તેવી કડક સજા અપાવવાનો સરકારનો સંકલ્પ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *