રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બપોરે 12 વાગ્યાથી પરીક્ષા:રાજકોટના 32 કેન્દ્ર પર સૌરાષ્ટ્ર-કચ્છના 6218 શિક્ષક આજે મુખ્ય શિક્ષક બનવા HTAT પરીક્ષા આપશે

📅 Published: November 1, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષક બનવા માટેની એચટીએટી (HTAT)ની પરીક્ષા આજે લેવામાં આવશે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાના 6218 શિક્ષક 32 કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. રાજ્યભરમાં કુલ 37414 શિક્ષક ઉમેદવાર આ કસોટીમાં બેસશે. બપોરે 12થી 2:15 વાગ્યા દરમિયાન ગુજરાતી માધ્યમમાં આ પરીક્ષા યોજાશે. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવી નથી. પરીક્ષાના પેપરો શનિવારે બપોરે રાજકોટ આવી પહોંચતા પોલીસ બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક બનવા માટેની HTAT પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કસોટી સમગ્ર રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ કુલ 4 મુખ્ય સેન્ટર પરથી લેવામાં આવશે. રાજ્યભરની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા 37414 શિક્ષક આ કસોટીમાં ઉપસ્થિત રહેશે. સમગ્ર રાજ્યમાં કુલ 191 કેન્દ્રના 1872 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પૈકી રાજકોટ સેન્ટર ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓના 6218 શિક્ષક પરીક્ષા આપશે. રાજકોટમાં સીસીટીવી કેમેરાથી સજ્જ 32 સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા આવતીકાલે બપોરે 12થી 2:15 કલાક દરમિયાન ઓએમઆર (OMR) પદ્ધતિથી યોજાશે. પરીક્ષા આપવા માટે શિક્ષક ઉમેદવારોને કુલ 135 મિનિટનો સમય મળશે. કસોટીનું માધ્યમ ગુજરાતી રહેશે. પેપરમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રાખવામાં આવેલ નથી, જેથી ઉમેદવારો તમામ પ્રશ્નોના ઉત્તર આપી શકશે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઓબ્ઝર્વર સહિતનો સ્ટાફ પણ નિયુક્ત કરાયો છે. બે ભાગમાં 150 માર્ક્સની પરીક્ષા લેવાશે, ઓબ્ઝર્વર સ્ટેન્ડ ટુ રહેશે
પરીક્ષામાં બે વિભાગ રહેશે. જેમાં વિભાગ-1માં 50 ગુણ અને વિભાગ-2માં 100 ગુણ મળી કુલ 150 ગુણના 150 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. પેપરમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, બંધારણની જોગવાઈ, સામાન્ય જ્ઞાન પદ્ધતિ, પેન્શન અને રજાના નિયમો સહિત કુલ 24 જેટલા વિષયો પર પ્રશ્નો પૂછાશે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે ખાસ પ્રબંધ કરવામાં આવ્યા છે. રાજકોટના તમામ 32 સેન્ટર પર ઓબ્ઝર્વર સ્ટેન્ડ ટુ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *