બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામ પાસે કેનાલમાં એક વૃદ્ધ ડૂબ્યા હોવાની આશંકા છે. બોટાદ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે તેમની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, વૃદ્ધ કેનાલ પાસે નાહતા હતા ત્યારે અચાનક પાણીમાં પડી ગયા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તેમને જોયા અને ફાયર વિભાગને જાણ કરી. જાણ મળતાં જ બોટાદ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ કેનાલમાં વૃદ્ધને શોધી રહી છે. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં એકત્ર થયા હતા.
રાણપુરના રાજપરા ગામ પાસે કેનાલમાં વૃદ્ધ ડૂબ્યાની આશંકા:બોટાદ ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી; ઘટનાસ્થળે લોકો એકત્ર થયા
📅 Published: November 11, 2026 |
📂 Category: gujarati-news
