રાધનપુરમાં 22 ખાદ્ય પેઢીઓની તપાસ થઈ:120 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, ₹19 હજારનો દંડ; નાસ્તા હાઉસ અને ગોડાઉન બંધ રાખવાની નોટિસ

📅 Published: October 30, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લાના રાધનપુરમાં FDCA અને નગરપાલિકાની સંયુક્ત તપાસમાં ખાદ્ય ચીજવસ્તુઓ વેચતી 22 પેઢીઓની તપાસ કરાઈ. આ દરમિયાન 120 કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કરાયો અને 19,000 રૂપિયાનો દંડ વસૂલાયો. FDCA પાટણની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) ટીમ અને રાધનપુર નગરપાલિકાની સેનિટરી ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાદ્ય સંસ્થાઓ, લારીઓ અને સ્ટોલની તપાસ કરી. નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે માટે આ ચેકિંગ કરાયું હતું. તપાસમાં અસ્વચ્છ રીતે રાખેલો અને આરોગ્ય માટે જોખમી જણાયેલો આશરે 120 કિલો જથ્થો નષ્ટ કરાયો. તેમાં સોડા એશ, હાનિકારક રંગોવાળી મીઠાઈઓ, સડેલો કાચો માલ, એક્સપાયરી ડેટ પૂરી થયેલાં પેકેટ્સ અને અયોગ્ય રીતે સંગ્રહિત ખાદ્ય ચીજોનો સમાવેશ થાય છે. સ્વચ્છતાના નિયમોનો ભંગ કરવા બદલ વેપારીઓ પાસેથી 19,000 રૂપિયાનો વહીવટી દંડ વસૂલાયો. મહેસાણા હાઈવે પર ઠાકોર વિરમભાઈના ચામુંડા નાસ્તા હાઉસમાં ફરસાણ અને મીઠાઈના ઉત્પાદન તથા સંગ્રહમાં બેદરકારી મળી. ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતાં પેઢી અને તેના ગોડાઉનને બંધ રાખવાની નોટિસ અપાઈ. પેઢીના સંચાલકને ત્રણ દિવસમાં ખામીઓ દૂર કરી લેખિત ખુલાસો આપવા જણાવાયું છે. તેમ નહીં કરે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી કરાશે. તંત્રએ ખાદ્ય વેપારીઓને વાસી કે બળેલા તેલનો ઉપયોગ ન કરવા, અખબારમાં ખાદ્યપદાર્થો ન પીરસવા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવવા જણાવ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *