રાધનપુર સમી હાઇવે પર સ્વિફ્ટ-ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત:4 ઈજાગ્રસ્ત, દ્વારકા દર્શન કરી ભાભર દીકરીને મળવા જતો હતો રાજસ્થાનનો સોની પરિવાર

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

પાટણ જિલ્લાના રાધનપુર-સમી માર્ગ પર ગોચનાદ ગામ નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા દર્શન કરીને ભાભર ખાતે રહેતી પોતાની દીકરીને મળવા જઈ રહેલા સોની પરિવારની સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. હાલ રાજસ્થાન ખાતે સ્થાયી થયેલો સોની પરિવાર ગુજરાતમાં ફરવા માટે આવ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. આ કરૂણ દુર્ઘટનામાં એક જ પરિવારના 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સમીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત અંગેની આગળની વધુ કાનૂની તપાસ હાથ ધરી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *