રાયગઢના વૈજનાથ મહાદેવને કાલ ભૈરવનો શણગાર:કાળા રંગ સહિત 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ અપાયું

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે કાલ ભૈરવનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર ભક્તિભાવપૂર્વક તૈયાર કરાયો હતો. વૈજનાથ યુવક મંડળ દ્વારા આ શણગાર તૈયાર કરાયો હતો. કાળા રંગ સહિત કુલ 10 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરીને કાલ ભૈરવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અનોખા શણગારે મંદિર પરિસરની શોભામાં વધારો કર્યો હતો. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત થયું હતું અને સૌએ વૈજનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે અને ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે પણ ફૂલો અને પાંદડીઓથી શણગાર કરવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *