રાષ્ટ્રીય તાઈકવોન્ડોમાં નેહલ ઝાપડિયાને બ્રોન્ઝ મેડલ:પુણેમાં 5મી ચેમ્પિયનશિપમાં બોટાદની દીકરીએ શાળાનું ગૌરવ વધાર્યું

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

બોટાદની DLSS શ્રી આદર્શ વિદ્યાલયની વિદ્યાર્થીની નેહલ ઝાપડિયાએ રાષ્ટ્રીય કક્ષાએ શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના પુણેના મહાલુંગે ખાતે આવેલા શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી 5મી રાષ્ટ્રીય તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં નેહલે ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નેહલની આ સફળતા શાળાના અન્ય રમતવીરો માટે પણ પ્રેરણારૂપ બની છે, જે તેમને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *