રાહી ફાઉન્ડેશન દ્વારા ખોડિયારનગર વિસ્તારમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોના બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ફાઉન્ડેશનના 240મા “ખીચડી વિતરણ પ્રોજેક્ટ” અંતર્ગત યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમ ખોડિયારનગર પાસે આવેલા આંગણવાડી કેન્દ્ર, બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના સફળ સંચાલનમાં રાહી ફાઉન્ડેશનના જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વ્યવસ્થાપનમાં સુંદર સહયોગ આપ્યો હતો, જેના માટે તેમનો આભાર માનવામાં આવ્યો.
રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ લોકોને અન્નદાન:ખોડિયારનગરમાં બાળકો અને મહિલાઓને ખીચડી-છાશનું વિતરણ કરાયું
📅 Published: August 31, 2026 |
📂 Category: gujarati-news
