ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડાએ શહેરો અને જિલ્લાઓમાં દારૂ અંગેની ડ્રાઇવ રાખવા માટેની સૂચના આપી હતી. અમદાવાદમાં પોલીસે દેશી અને વિદેશી દારૂ વેચનારા બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. ત્રણ દિવસમાં તમામ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ દરોડા પાડીને 476 લોકો સામે 436 જેટલા દેશી-વિદેશી દારૂના કેસો નોંધવામાં આવ્યા છે. શહેરમાં દારૂ વેચવાની પ્રવૃત્તિ કરનારા બુટલેગરો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. લિસ્ટેડ બુટલેગર્સ સહિતને ત્યાં દરોડા
રાજયમાં દારૂની ગેરકાયેદસર પ્રવૃતિ અંકુશમાં લેવા પોલીસ વડા જી.એસ મલિકે તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્પેશીયલ પ્રોહીબીશન ડ્રાઈવ કરવા સૂચના આપી હતી, જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. શહેરના લિસ્ટેડ બુટલેગર્સ તેમજ ચોરી છુપીથી દારૂની પ્રવૃતિ કરતાં ઈસમોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિદેશી દારૂના 73 કેસ, દેશી દારૂના 336 કેસો
જેમાં વિદેશી દારૂના 73 કેસો કરવામાં આવ્યા છે. 29.93 લાખની વિદેશી દારૂની બોટલ/બીયર નંગ-11479 સહિત 80.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે દેશી દારૂના 336 કેસો કરવામાં આવ્યો છે. 7.38 લાખનો 3693 લીટર દારૂ સાથે 8.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં 7 લોકો સામે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. 18 બુટલેગર સહિત 41 સામે પાસાની કાર્યવાહી
પોલીસ કમિશનર દ્વારા ગુનેગારોને પાસા કરવાની કાર્યવાહી કડક કરવામાં આવી છે, જેના પગલે 41 જેટલા ગુનેગારો સામે પાસાની કાર્યવાહી કરી અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે દેશી અને વિદેશી દારૂ બહારથી મંગાવી વેચનારા તેમજ હેરાફેરી કરનારા સહિતના 18 બુટલેગરો સામે પાછા કરવામાં આવી છે. જ્યારે મિલકત સંબંધી ગુનેગારો 14 અને શરીર સંબંધી જેવા કે મારામારી હત્યા નો પ્રયાસ સહિતના ગુનાઓ કરનારા 9 ગુનેગારો સામે પાસા કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીનો કડક અમલ કરાવા અમદાવાદ પોલીસ જાગી!:3 દિવસમાં 436 વિદેશી અને દેશી દારૂના ગુનાઓ નોંધાયા, બુટલેગરો સહિત 476 લોકો સામે કાર્યવાહી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
