લાઠીદડના શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ-ગુરુકુળ ખાતે બાળકો માટે કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના લીગલ એડ વતી કેસરિયા દક્ષાબેને બાળકોને કાયદાકીય માહિતી પૂરી પાડી હતી. આ શિબિરમાં પોક્સો એક્ટ, ચાઈલ્ડ હેલ્પલાઇન, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલફેર કમિટી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બાળકોને મળતા વિવિધ લાભો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.ખાસ કરીને દીકરીઓને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ અંગે કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય ભરતભાઈ કુબેરભાઈ પચ્છમિયા, મદદનીશ શિક્ષકો દિનેશકુમાર દલસુખભાઈ પટેલ, પ્રવીણભાઈ જેરામભાઈ વેગડ, ભરતભાઈ બાબુભાઈ ખાચર, રમેશભાઈ પ્રેમજીભાઈ સાણંદિયા, રામકૃષ્ણ દાસ જીવારામભાઈ ગોંડલીયા, મમતાબેન મયુરભાઈ ડોડીયા સહિત શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.
લાઠીદડ ગુરુકુળમાં બાળકો માટે કાયદાકીય શિબિર યોજાઈ:બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સહયોગથી કાનૂની સેવા સત્તા મંડળે માહિતી આપી
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
