લાલપુર પોલીસે ખાયડી ગામના સુરીપટ સીમ વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે.ઝડપાયેલા શખ્સોમાં રાજેશ નાગેશ, ભરત ઉર્ફે ભુપત ડાંગર, દેવાયત ઉર્ફે દેવા રાવલીયા, જયેશ ઉર્ફે કાનો બંધીયા અને નીલેશ મારીયાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 14,700 અને ગંજીપાના જપ્ત કર્યા છે.આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાલપુરના ખાયડી ગામે જુગાર રમતા 5 ઝડપાયા:પોલીસે તીનપત્તીનો જુગાર ઝડપી રૂપિયા 14,700 રોકડા જપ્ત કર્યા
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
