નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લાલપુરના શિવાજીનગર ખાતે નવદુર્ગા ગરબી મંડળમાં જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ અને તેમના ટ્રસ્ટ દ્વારા બાળાઓને લ્હાણીનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગરબી મંડળની દીકરીઓએ ભુવા રાસ રજૂ કરીને ઉત્સવમાં પરંપરાગત રંગ ઉમેર્યો હતો. લ્હાણી મળતા બાળાઓમાં ખુશી છવાઈ ગઈ હતી. સાંસદ પૂનમબેન માડમ દર વર્ષે જામનગર લોકસભા વિસ્તારના વિવિધ ગરબી મંડળોની બાળાઓને લ્હાણી આપે છે. આ લ્હાણી જામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા, રમેશભાઈ મકવાણા, અતુલગીરી ગૌસ્વામી, ખીમજીભાઈ ગમારા અને ગોવિંદભાઈ ડાંગરના હસ્તે વિતરણ કરાઈ હતી.
લાલપુરના શિવાજીનગરમાં સાંસદ પૂનમબેન માડમે બાળાઓને લ્હાણી આપી:નવદુર્ગા ગરબી મંડળમાં દીકરીઓએ ભુવા રાસ રજૂ કર્યો, લ્હાણીથી બાળાઓમાં આનંદ છવાયો
📅 Published: October 20, 2026 |
📂 Category: gujarati-news
