લાલપુરના સ્મશાનભૂમિમાં ભાજપના આગેવાનોએ સફાઈ અભિયાન કર્યું:વડાપ્રધાનના 25 વર્ષ પૂર્ણ થતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

લાલપુરના શિવાજીનગર સ્મશાનભૂમિ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ સ્મશાનભૂમિ ખાતે સફાઈ કામગીરી કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા, અરશીભાઈ કરગીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના પ્રતિનિધિ તુષારભાઈ માકડિયા, સરપંચ જયેશભાઈ તેરૈયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ગમારા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કારોબારી સભ્ય મહેશભાઈ ગોહિલ અને ભાજપ આગેવાન ઉમેશભાઈ મેસવાણિયા સહિત ઘણા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *