લાલપુરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, અનિચ્છનીય બનાવ ન બને અંગે ચર્ચા

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

લાલપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો, જેમાં સાતમ-આઠમ અને ઈદનો સમાવેશ થાય છે, તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક પી.એસ.આઈ. એસ.પી. ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનોને તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *