લાલપુર ખાતે ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે લાલપુર યોગા ગ્રુપ દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોએ યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. યોગ અને દેશપ્રેમના સંગમ દ્વારા મજબૂત રાષ્ટ્ર નિર્માણ માટે સ્વસ્થ શરીર, શાંત મન અને દેશ પ્રત્યેનો પ્રેમ કેટલો મહત્વપૂર્ણ છે તે દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગને જીવનનો અભિન્ન અંગ બનાવી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાલપુર યોગા ગ્રુપની બહેનોમાં ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉજવણીના અંતે ‘વંદેમાતરમ્’ના જયઘોષ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
લાલપુર યોગા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી:યોગ દ્વારા સ્વસ્થ જીવન અને દેશભક્તિનો સંદેશ અપાયો
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
