પહેલાં મન ફાવે એમ લાખો રૂપિયા પગાર આપીને યુનિવર્સિટીમાં અધિકારીઓની ખોટી રીતે ભરતી કરી, પછી સરકારી ગ્રાન્ટ આવી એ ખાતામાંથી પોણા દસ લાખ રૂપિયા દીકરાના બેંક એકાઉન્ટમાં નાખ્યા, પોતે બે-બે પગાર લીધા, સરકારી ખર્ચે દુબઈ-અમેરિકામાંથી લિપસ્ટિક અને કપડાં ખરીદ્યા, સરકારે ના પાડી હોવા છતાં વધુ એક વિદેશ પ્રવાસનો ખર્ચ સરકારના માથે નાખ્યો, પોતાના પુસ્તકને ખરીદવા ઓર્ડર આપ્યો અને યુનિ.એ 1 હજાર કોપીના 4.14 લાખ ચૂકવ્યા અને હવે સોનુ ચાંદી અને બાંધણીઓ ખરીદીને બિલ યુનિવર્સિટીમાં મૂકીને રુપિયા લીધા હોવાનું સામે આવ્યું. આ કરમકુંડળી છે ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ.નીરજા ગુપ્તાની. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના સત્તાકાળ દરમિયાન કરેલી ગેરરીતિઓ અને યુનિવર્સિટીના નાણાંના દુરુપયોગના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પહેલાં લિપસ્ટિક અને અંગત સામાન ખરીદ્યા બાદ હવે સોના-ચાંદી અને મોંઘી બાંધણીઓની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોતાના કાર્યકાળના અંતિમ બે મહિનામાં જ નીરજાએ 6000 હજારનું બ્લાઉઝ, 11000ની કુર્તી સહિત રૂ. 59,350ની ખરીદી કરી તેમજ રૂ. 3,19,597નું સોના-ચાંદી ખરીદ્યું હતું. એપ્રિલ 2025માં ચેન્નાઈના પ્રવાસ દરમિયાન પણ સોનું ખરીદીને યુનિવર્સિટીમાં બિલ મૂક્યા હતા. જેમાં કોઈને આ ખરીદીઓ સામે શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાએ જે વિભાગ પર પોતાનો સીધો કંટ્રોલ હતો તેવા ‘સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ’ (SAP) હેઠળ આ તમામ અંગત ખર્ચના બિલ પાસ કરાવી લીધા હતા. આ તમામ ચોંકાવનારા પુરાવાઓને ધ્યાને રાખીને હવે નિવૃત્ત જજ તપાસ કરશે. નવરંગપુરામાંથી 59,350ની 5 બાંધણી ખરીદી
નીરજા ગુપ્તાનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ થયો પૂર્ણ થયો હતો, પરંતુ તે અગાઉ જ નીરજા ગુપ્તાએ મોટી ખરીદી કરી લીધી હતી. 2મે 2026ના રોજ બંધેજ સ્ટોર નવરંગપુરામાંથી રૂ.59,350ની 5 અલગ અલગ બાંધણી ખરીદી હતી. જેના પૈસા નીરજા ગુપ્તાએ ચૂકવ્યા હોવાથી SAP (સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ)ના ખાતામાંથી તે જ રકમ નીરજાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. CG રોડના જ્વેલર્સમાંથી 2.29 લાખના ચાંદીના દાગીના ખરીદ્યા
17 જૂન 2026ના રોજ સી.જી રોડ પર આવેલા ચાંદીધામ નામની દુકાનમાંથી ચાંદીના 3 અલગ અલગ દાગીના ખરીદ્યા હતાં. જેનું વજન 548 ગ્રામ અને 303 ગ્રામ હતું એટલે કે 851 ગ્રામ ચાંદી ખરીદવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 2,29,175 હતી. આ બિલ IKS અને SAPના નામે બનાવવામાં આવ્યું હતું. 22 જૂન 2026ના રોજ આ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામના ખાતામાંથી સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં ચૂકવવામાં આવ્યું હતું. ચેન્નઈ પ્રવાસ દરમિયાન પણ 90 હજારનું સોનું ખરીદ્યું
એપ્રિલ 2025માં નીરજા ગુપ્તા ચેન્નાઈના પ્રવાસે ગયા હતાં, ત્યારે Vummidi શ્રી જવેલર્સ ચેન્નાઈની દુકાનમાંથી પણ 90,422 રૂપિયાનું સોનુ ખરીદ્યું હતું. આ સોનુ ખરીદીને પણ બિલ સ્ટડી અબ્રોડ પ્રોગ્રામમાં મૂકાયું હતું. આ તમામ બિલ સીધા યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં ન્હોતા મૂક્યા પરંતુ SAPમાં નીરજા ગુપ્તાનો સીધું નિયંત્રણ હોવાથી ત્યાં બિલ મૂકીને આ રકમ મેળવી લેવામાં આવી છે. આમ એક બાદ એક નીરજા ગુપ્તાએ ખરીદી કરીને યુનિવર્સિટીમાંથી બિલ પાસ કરાવીને બારોબાર ખેલ પાડ્યો હતો. આ પણ વાંચો
નીરજા ગુપ્તા પોતાના પુસ્તકને ખરીદવા ઓર્ડર આપ્યો, ગુજરાત યુનિ.એ 1 હજાર કોપીના 4.14 લાખ ચૂકવ્યા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ એક પુસ્તક લખ્યું હતું તે જ પુસ્તક ગુજરાત યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટમાંથી તેમની જ સહીથી ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે પુસ્તક માટેના રુપિયા 4.14 લાખ એક સંસ્થાને ચુકવવામાં આવ્યા હતા. આ વિવાદમાં પણ યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પિયુષ પટેલની સહી જોવા મળી હતી. (વાંચો સંપર્ણ સમાચાર) આ પણ વાંચો: નીરજા ગુપ્તાએ સરકારી રૂપિયે લિપસ્ટિક, કપડાં, બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી આ પણ વાંચો: સરકારનો સ્વખર્ચે US જવાનો આદેશ છતાં નીરજા યુનિવર્સિટી ખર્ચે ગયાં
લિપસ્ટિક બાદ નીરજા ગુપ્તાએ ગુજરાત યુનિ.ના ખર્ચે કપડાં-જ્વેલરી ખરીદ્યા:6 હજારનું બ્લાઉઝ ને 11 હજારની કુર્તી ખરીદી, CG રોડ પરથી ચાંદી'ને ચેન્નઇથી સોનું ખરીદ્યું
📅 Published: October 14, 2026 |
📂 Category: gujarati-news
