લુણાવાડા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા યથાવત છે. શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર બે સાંઢ અચાનક બાખડતાં લોકોમાં ડર ફેલાયો હતો. મુખ્ય માર્ગ પર આવેલા ચોકમાં સાંઢ વચ્ચે લડાઈ શરૂ થતાં આસપાસથી પસાર થતા લોકો ગભરાઈ ગયા હતા. સાંઢની લડાઈને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. આ ઘટનાને પગલે લગભગ અડધો કલાક સુધી મુખ્ય માર્ગ જામ થઈ ગયો હતો. લુણાવાડા શહેરમાં જાહેર માર્ગો અને ચોક વિસ્તારમાં રખડતા પશુઓની અવરજવરથી નાગરિકોની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. આવી ઘટનાઓ ફરીથી ન બને અને રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ આવે તે માટે તંત્ર કાર્યવાહી કરે તેવી માગ છે. અગાઉ પણ શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક નાના-મોટા અકસ્માત થયા છે. જેમાં લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે.
લુણાવાડાના આંબેડકર ચોકમાં બે સાંઢ બાખડ્યા:મુખ્ય માર્ગ પર અડધો કલાક અફરાતફરી, લોકોમાં ભયનો માહોલ
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
