લોકગાયક ઉમેશ બારોટનો પુષ્પા સ્ટાઈલ સ્વેગ:'ખેલૈયાઓ નહીં થાકે ત્યાં સુધી ગરબા ગાવામાં ઝુકીશ નહીં', ફેવરિટ ગરબાથી લઈને ડાયેટ-એનર્જીના ખોલ્યા સિક્રેટ

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

‘પુષ્પા મૂવીનો એક ડાયલોગ છે, ‘ઝૂકેગા નહી સાલા’.. ત્યારે હું એવું કહું છું કે, સુરત ખેલનેમાં જબ તક રુકેગા નહીં તબ તક મેં ભી ઝૂકેગા નહીં..’ આ શબ્દો છે જાણીતા લોકગાયક ઉમેશ બારોટના. નવરાત્રિમાં બીજા દિવસે ઉમેશ બારોટે પોતાના સુરથી સુરતી ખેલૈયાઓને જલસો પાડી દીધો હતો. ત્યારે દિવ્ય ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. સંગીતની સફર, સ્ટેજ પર્ફોર્મન્સ, એનર્જી અને ખેલૈયાઓ પ્રત્યેના પ્રેમને લઈને ખૂલીને વાતો કરી હતી. જુઓ, વાંચો અને સાંભળો ઉમેશ બારોટનું ઈન્ટરવ્યૂ. ‘ક્યા સમયે શું ગાવું તેમાં તકલીફ નથી પડતી’
સંગીત ક્ષેત્રમાં સંઘર્ષ અને રિયાઝ પર કહે છે કે, લોકસંગીત મને વારસામાં અને ગર્ભસંસ્કારમાંથી જ મળ્યું છે. આ સિવાય મેં મ્યુઝિક કૉલેજમાંથી શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેથી મને સંગીતમાં, માહોલમાં કે ક્યા સમયે શું ગાવું તેમાં બહુ તકલીફ પડતી નથી. ક્લાસિકલ તાલીમ અને ફોક મ્યુઝિકનો વારસો બંને મારી સાથે છે. ‘માતાજીનો સાક્ષાત્કાર ન થાય તો મજા નથી આવતી’
મારો પહેલો પ્રયાસ એ જ હોય છે કે ગરબાની શરૂઆત માતાજીની આરાધના અને ભગવાનના નામથી થાય. ગાવું એના કરતાં ભાવ ભળે તો જ સાચો માહોલ ઊભો થાય છે. ભાવ વગર ગાવું નકામું છે. જ્યાં સુધી માતાજીનો સાક્ષાત્કાર ન થાય કે રૂંવાડાં ઊભાં ન થાય ત્યાં સુધી મને પોતાને પણ મજા આવતી નથી. ‘ખેલૈયાઓના શાઉટિંગથી જોશ બમણો થઈ જાય’
9થી 10 કલાક સુધી હાઈ-એનર્જી સાથે ગાવાના પર કહ્યું કે, સૌથી મોટું રહસ્ય માતાજીના આશીર્વાદ છે. સ્ટેજના પહેલા પગથિયાં પર હાથ અડાડીને માતાજીનું નામ લઈને જ હું ચઢું છું. અવાજ બેસી ગયો હોય કે થાક લાગ્યો હોય, તો પણ ભગવતી પાછળથી ધક્કો મારતી હોય તેવી ઊર્જા મળી રહે છે. એ સાથે જ ખેલૈયાઓ પાસેથી જ એનર્જી મળતી હોવાની વાત કરી. એટલું જ નહીં તેમની ‘વાહ-વાહ’ અને શાઉટિંગ જોઈને અમને ગાવાનો બમણો જોશ આવી જાય છે. ‘ગરબાના માહોલમાં અમે બોલિવૂડ ગીત ગાતા નથી’
બોલિવૂડ અને પરંપરાગત ગરબા અંગે કહે છે કે, ગરબાના માહોલમાં અમે બોલિવૂડના ગીત ગાતા નથી. જો કે, પબ્લિકને આકર્ષવા માટે ક્યારેક નાનો-મોટો શણગાર કે છાંટ આપીએ છીએ. આપણી પરંપરા તરફ જો પબ્લિક વળતી હોય તો એવા સો શણગાર કરવા પણ અમે તૈયાર છીએ. ‘સુરતમાં તો ગલીએ ગલીએ ગરબા-દોઢિયા ક્લાસિસ ચાલતા હોય’
સુરતી ખેલૈયાઓના ઉત્સાહને અદ્દભુત ગણાવીને કહ્યું કે, સુરત એક એવું શહેર છે જ્યાં નવરાત્રિ 365 દિવસ ચાલતી હોય તેવું લાગે છે. અહીં ગલીએ ગલીએ ગરબા અને દોઢિયા ક્લાસિસ ચાલતા હોય છે. લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ, સુરતીઓ ગરબાને પહેલું પ્રાધાન્ય આપે છે. સ્ટેજ પર સરપ્રાઈઝ અનુભવ શેર કર્યો કે, ક્યારેક એવું બને કે જે ગીત અમારા લિસ્ટમાં જ ન હોય, પરંતુ પબ્લિક મોબાઈલની સ્ક્રીન પર બતાવીને ગાવાની રિક્વેસ્ટ કરે છે. જો કે ત્યારે પણ લોકોની ખુશી માટે અમે તે ગાઈએ છીએ. ‘સ્ટેજ પર જતા ઉર્જા છેલ્લે સુધી જળવાઈ રહે તે મનમાં હોય’
ઘેરદાર ઘુમતા.. ગોરી તમે મનડા મોહી લીધા રાજ..માં ઉમેશ બારોટે સુર આપ્યો છે એ જ તેમનો ફેવરિટ ગરબો છે. તો સ્ટેજ પર જતા પહેલા મનમાં માત્ર એક જ વિચાર કે પ્રાર્થના હોય છે કે, મારી અને મારી આખી ટીમની ઊર્જા છેલ્લે સુધી જળવાઈ રહે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *