લોયાધામમાં ચાર્તુમાસ ભક્તિપર્વ, મહામંત્ર યજ્ઞ અખંડ ચાલુ:ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી જનકલ્યાણાર્થે છેલ્લા 10 મહિનાથી યજ્ઞ

📅 Published: August 24, 2026 | 📂 Category: gujarati-news

લોયાધામ ખાતે ચાર્તુમાસ નિમિત્તે ભક્તિપર્વ અને મહામંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી જનકલ્યાણાર્થે આ મહામંત્ર યજ્ઞ છેલ્લા દસ મહિનાથી અખંડિત રીતે ચાલી રહ્યો છે. વર્ષ 2082 અંતર્ગત યોજાઈ રહેલા આ યજ્ઞમાં લોયાધામ અને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે. ભક્તો મહામંત્ર ધૂન અને યજ્ઞમાં ભાગ લઈને આધ્યાત્મિક લાભ મેળવી રહ્યા છે. તાજેતરમાં, શ્રાવણ સુદ એકાદશીના પાવન દિવસે લોયાધામના પરમ ભક્ત કનુભાઈ ખાચરે મહામંત્ર યજ્ઞનો લાભ લીધો હતો. લોયાધામ ખાતે ચાલી રહેલું આ ભજન, ભક્તિ અને જનકલ્યાણનું કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી બન્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *