વડનગરમાં પારિવારિક તકરારમાં સાવકા પુત્રનો પિતા-બહેન પર હુમલો:કડું મારી પિતાનું માથું ફોડી નાખતા ટાંકા આવ્યાં, પોલીસ આવે તે પહેલાં ફરાર

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

વડનગરના લોટીયાનો માઢ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય દુષ્યન્તભાઈ શાહ પર તેમના જ સાવકા પુત્ર દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘરેથી મહારાષ્ટ્ર પરત જવાનું કહેતાં ઉશ્કેરાયેલા સાવકા પુત્રએ બહેન અને પિતા પર હુમલો કરી પિતાના માથામાં કડું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે વડનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘર છોડી જવાનું કહેતાં ઉશ્કેરાઈને માર માર્યો
દુષ્યન્તભાઈ શાહની પત્નીના અગાઉના લગ્નથી થયેલો પુત્ર શુભમ છેલ્લા બે મહિનાથી મહારાષ્ટ્રથી આવીને તેમની સાથે રહેતો હતો. રાત્રે પોણા દસ વાગ્યાના સુમારે દુષ્યન્તભાઈની દીકરી યાતીએ શુભમને “તારા કારણે ઘરમાં રોજ ઝઘડા થાય છે, તું મહારાષ્ટ્ર પાછો જતો રહે” તેમ કહેતાં શુભમે ઉશ્કેરાઈને બહેનને ગાળો આપી ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. કડું મારી પિતાનું માથું ફોડ્યું અને ધમકી આપી
દીકરીને બચાવવા માટે જ્યારે દુષ્યન્તભાઈ વચ્ચે પડ્યા ત્યારે શુભમે પોતાના હાથમાં પહેરેલું કડું દુષ્યન્તભાઈના માથામાં ફટકારી દીધું હતું, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી શુભમ જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. માથામાં ટાંકા આવ્યાં, પોલીસ ફરિયાદ
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને 108 એમ્બ્યુલન્સ મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ દુષ્યન્તભાઈના માથામાં ટાંકા લીધા હતા. વડનગર પોલીસે આરોપી શુભમ ભોજને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *