વડવા તલાવડીમાં હાથકાપનો જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા:નિલમબાગ પોલીસે જુગારનું સાહિત્ય તેમજ રોકડ રૂ.14,800 જપ્ત કર્યા, તમામ જુગારી સામે ગુનો દાખલ

📅 Published: October 7, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે વડવા તલાવડી વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનું સાહિત્ય અને રોકડ રૂ.14,800 કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા
ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન માહિતી આધારે શહેરના વડવા તલાવડીના વાલ્મીકીવાસમાં આવેલ શીતળામાતાના મંદિર પાસે જાહેર જગ્યામાં હારજીતનો હાથકાપનો જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં વાલ્મીકીવાસ, દીપકચોક, ભાવનગરમાં રહેતા રાજુ લાલજી બારૈયા (ઉ.વ. 32), વડવા તલાવડી, વાલ્મીકીવાસમાં રહેતા બળવંત જસમતભાઈ પરમાર (ઉ.વ. 55), વડવા તલાવડી, ભાવનગરમાં રહેતા સમીર યુસુફભાઈ સીદી (ઉ.વ. 32), આરબવાડ રાણીકા, ભાવનગરમાં રહેતા યુનુસ ગફારભાઈ ગલઢેરા (ઉ.વ. 44), કાદરી મસ્જિદ, મોતીતળાવમાં રહેતા તોહીત રૂસ્તમભાઈ પઠાણ (ઉ.વ. 21), છત્રપતિ શિવાજી ચોક, વડવા તલાવડીમાં રહેતા ગણેશ કુબેરભાઈ સોલંકી (ઉ.વ. 36) અને છત્રપતિ શિવાજી ચોક, વડવા તલાવડીમાં રહેતા હરેશ ઉર્ફે હરિયો અશોકભાઈ રાઠોડ (ઉ.વ. 41)ને ઝડપી લઈ પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલા રોકડ રૂપિયા 14,800 કબ્જે કર્યો હતો. તમામ સાત જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *