વડોદરા શહેરના દાંડિયાબજારમાં હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પાણીગેટ ખાટકીવાડના રહેવાસી 29 વર્ષિય ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ દ્વારા પહેલાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. બંને યુવાનો રૂમ નંબર 304 માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302 માં થયા હતા ટ્રાન્સફર. બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતાપોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ ગુલામ મુસ્તફાનું મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની કરી અટકાયત ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી. ACP અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યા. હોટલ બહાર લોકોના જામ્યા ટોળા. રાવપુરા પોલીસે હાલ અકસ્માતે ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, આ ઘટના રાવપુરા વિસ્તારમાં આવેલી ‘વિન્ટેજ’ નામની હોટેલમાં બની છે. જેમાં ગુલામ મુસ્તફા નાયર (ઉંમર વર્ષ 39) અને કિશન વસાવા (ઉંમર વર્ષ 31, રહેવાસી: ભાયલી) બંને સામેલ છે. આ બંને વ્યક્તિઓ પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હતા. કિશન વસાવાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓ બંને આ હોટેલમાં મળવાનું નક્કી કરીને આવ્યા હતા અને તેમણે રૂમ નંબર 304 બુક કરાવ્યો હતો. રાત્રિ દરમિયાન રૂમમાં લાઈટ જતી રહેવાની ઘટના બની હતી. તે સમયે ગુલામ મુસ્તફા નૈયર વોશરૂમ જવા નીકળ્યા ત્યારે અંધારામાં ઠોકર વાગવાથી પડી ગયો હતો અને તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. લાઈટ ન હોવાને કારણે બંનેએ વિનંતી કરીને હોટેલનો રૂમ બદલાવ્યો હતો અને રૂમ નંબર 302માં શિફ્ટ થયા હતા. સવારના સમયે કિશન વસાવાએ જણાવ્યું કે, તેના મિત્ર ગુલામ મુસ્તફાની તબિયત બગડી હતી અથવા તેને કઈંક તકલીફ થઈ હતી. આથી તેણે પોતે જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તપાસ કરતા ગુલામ મુસ્તફા મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ અને કૉઝ ઑફ ડેથ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને તેના આધારે આગળની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, મૃતકે કોઈ નશો કર્યો હતો કે કેમ તે ચકાસવા માટે તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. મૃતકના કપાળના ભાગે વાગ્યાનું નિશાન જોવા મળ્યું છે. જ્યારે તેની સાથે રહેલા મિત્ર કિશન વસાવાના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા કે ઝપાઝપીના નિશાન મળી આવ્યા નથી. હાલમાં પોલીસે કિશન વસાવાને અટકાયતમાં લઈ આગળની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ સમાાચરને અમે અપડેટ કરી રહ્યા છીએ.
વડોદરાની હોટેલમાં યુવકનું રહસ્યમય મોત:બે યુવકો મોડી રાત્રે હોટેલમાં રોકાયા હતા, બન્ને ગે હતા
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
